________________
શાસનસમ્રાટ
એક દહાડે એ છોકરો પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવીને બેઠે. તે દોઢ કલાક સુધી એને સંપૂર્ણ રાહત રહી, એટલે વ્યાખ્યાન પતી ગયા પછી પણ તે ત્યાં ચાર-પાંચ કલાક સુધી બેસી રહ્યો. આટલા સમય દરમ્યાન તેને થુંકમાં પણ લોહી ન આવ્યું. આ જોઈને તેને તથા તેના કુટુંબીજનોને ભારે આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે-મહારાજશ્રીને જ આ પ્રભાવ છે.
ગોચરીને સમય થવાથી પૂજ્યશ્રીએ તેને બહાર જવા કહ્યું. જે એ ઉપાશ્રયમાંથી બહાર નીકળે, કે થુંકમાં લોહી આવવા માંડયું. આથી તેના કુટુંબીજનોને નિઃસંદેહ નિર્ણય થઈ ગયે કે-જરૂર મહારાજ સાહેબના પ્રભાવે જ આટલે સમય સારું રહ્યું.
તેઓ બધાં તે ડીવાર પછી પૂજ્યશ્રી પાસે આવ્યા. બધી હકીકત જણાવી વિનંતિ કરી કે : સાહેબ! આપ કાંઈ ઉપાય બતાવે.
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “હું કાંઈ મંત્ર-તંત્ર કે દવા-ઔષધ જાણ નથી.” પછી પિલા છોકરાને કહ્યું : “જા ! તું હંમેશાં નવકાર મંત્ર ગણજે. અને બેટો વહેમ રાખીશ નહિ.”
પૂજ્યશ્રીને જીવન-ઔષધ સમા આ વચનને છોકરાએ તથા તેના કુટુંબીજનોએ અંતરથી સ્વીકાર્યું. આ પછી એ છોકરાએ નવકાર–મંત્રનું સ્મરણ ચાલુ કર્યું કે ચમત્કાર સર્જાયે. તે જ દિવસથી તેને રોગ ગાયબ. સૌ અજાયબીમાં પડી ગયા. તેમને લાગ્યું કે ખરેખર ! પૂજ્યશ્રીના વચનને આ પ્રતાપ છે.
પૂજ્યશ્રીની નૈષ્ઠિક બ્રહ્મચર્યમૂલક વચનસિદ્ધિનો આ અદભુત અને પ્રેરક પ્રસંગ છે.
કારથી વિહાર કરી પૂજ્યશ્રી દેવા-ખાંધલી થઈને શ્રીમાતરતીર્થ પધાર્યા. અહીં સાચાદેવ શ્રી સુમતિનાથ પ્રભુની યાત્રા કરી, અને થોડા દિવસ સ્થિરતા કરી. અહીં તેઓશ્રીના વ્યાખ્યાનમાં અહીંના મામલતદાર શ્રી હરિભાઈ આદિ હંમેશાં આવતા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખૂબ ભકિતભાવ હતો.
ત્યાંથી તેઓશ્રી ખેડા પધાર્યા. અહીં માસક૯પ કર્યો. ખેડા એ જિલ્લાનું મુખ્ય શહેર હેવાથી ત્યાં શિક્ષિત (Educated) વર્ગ સારા પ્રમાણમાં વસતો. જિલ્લા કલેકટર (Callector) નું રહેઠાણ પણ અહીં હતું. તેઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં હંમેશાં આવતા. અધિકારી-વર્ગ– માં પૂજ્યશ્રીની પ્રખ્યાતિ સ્વયમેવ એટલી ફેલાયેલી હતી કે તેઓશ્રી જ્યાં જાય, ત્યાંના અધિકારીઓ તેમનું વ્યાખ્યાન સાંભળવા, તેમના દર્શન કરવા હાજર જ હોય. પ્રથમ પરિચયે, પ્રથમ વ્યાખ્યાન સાંભળીને જ તેઓ પૂજ્યશ્રીના ભક્ત બની જતા. અહીં કલેકટરને માટે પણ એમ જ બન્યું. પૂજ્યશ્રીનું દલીલ-યુકિત અને પ્રમાણોથી ભરપૂર વ્યાખ્યાન સાંભળીને તેઓ પ્રભાવિત થઈ ગયા. પછી તે તેઓ હંમેશાં વ્યાખ્યાન-શ્રવણ માટે આવવા લાગ્યા.
ખેડાના શ્રીસંઘમાં બે પક્ષ (તડા) હતા. એક સંવેગી પક્ષ. બીજે યતિપક્ષ. સંવેગી પક્ષ સંવેગી સાધુઓને જ માને. જ્યારે યતિપક્ષ શ્રી પૂજ્યોને જ ગુરુ માને. બન્ને પક્ષે વચ્ચે એવી મડાગાંઠ પડી ગયેલી કે એક પક્ષના શ્રાવકે અન્ય પક્ષના ઉપાશ્રયે વ્યાખ્યાન-શ્રવણ માટેય જતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org