SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન–પ્રભાવનાના પ્રેરક પ્રસંગે ૬૫ કસાઈએ ઘણાં પ્રયત્ન કર્યો, પણ તેને સહકાર કેણ આપે ? આખરે તેણે કેટ (coart)ને આશ્રય લીધે. પણ કસાઈનું કાર્ય પાપમય લેવાથી, તેમજ ન્યાયાધીશ પણ હિન્દુ અને ધાર્મિક હેવાથી, તેમાં તેને સફળતા ન મળી. આમ આપણુ–દયાના દરિયા સમા–પૂજ્યશ્રીની તીવ્ર બુદ્ધિ-શકિતને પરિણામે અનેક પશુઓને જીવનનું દાન મળી ગયું. મહાપુરૂષોના પરિચયની વાત તો દૂર રહી, પણ માત્ર તેમની દૃષ્ટિ પડી કે બેડે પાર થઈ જાય ! અહીં પણ એવું જ બન્યું. પૂજ્યશ્રીની દષ્ટિ પડીને પશુઓને જીવન-દાન મળ્યું. પિટલાદ એ ગાયકવાડ સરકારનું સંસ્થાન હોવાથી ત્યાં વારંવાર સૂબા, મામલતદાર વગેરે અમલદારોનું આગમન થતું. તેઓ પેટલાદના સ્થાનિક ન્યાયાધીશ આદિ અધિકારીઓની. સાથે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા, અને પૂજ્યશ્રીને અહિંસામય ઉપદેશ સાંભળીને અતિ પ્રસન્ન થતા. ન્યાયાધીશના હૃદયમાં પણ એ ઉપદેશને પ્રભાવે અહિંસા-ધર્મ વચ્ચે હતે. અને તેથી જ પેલે કસાઈ કેસ (case)માં ફાવ્યું નહોતો. ઉપર્યુકત બનાવ પછી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં જીવદયા-અબેલ પશુઓને બચાવવા, કસાઈબાનેથી છેડાવવા, તેમજ તેમનું વ્યવસ્થિત પિષણ કરવું, આ માટે ખૂબ ભાર મૂક્યું. પેટલાદની પાંજરાપોળમાં પૈસાના અભાવે પશુઓને સાચવવાના ગ્ય સાધને નહેતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાંના વ્યાપારી મંડળે મહાજન તથા રાજ્યની પરવાનગી મેળવીને વ્યાપાર ઉપર અમુક લાગે (Tax) નાખે. આ લાગાની આવકમાંથી પાંજરાપોળને નિર્વાહ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લાગે. પિટલાદમાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રી કાસોર પધાર્યા. અહીં વીસેક દિવસ સ્થિરતા કરી. પૂજ્યશ્રી નૈષ્ઠિક બ્રહ્મચર્યના ધામ હતા. બાલ્યકાળથી જ સમ્યક્રચારિત્રના પ્રાણ સમાન, જીવન-ઈમારતના પાયા સમાન આ શુદ્ધ બ્રહ્મચર્ય–ગુણ તેઓશ્રીમાં હતું. અને એ જ કારણે નાનપણથી જ તેઓશ્રી સત્ત્વગુણના અધિષ્ઠાન અને દિવ્ય તેજના સ્વામી બન્યા હતા. એ સાત્વિક બ્રહ્મચર્યના પ્રભાવે તેઓશ્રીનું વચન–સિદ્ધવચન ગણતું. તેઓશ્રીની નિશ્રા-છત્રછાયા સકલ અમંગલનો ઉછેર કરનારી લેખાતી. અહીં–કાસોરમાં તેઓશ્રીના બાલ-બ્રહ્મચર્યના મહિમાની મહેક ફેલાવતો એક પ્રસંગ બની ગયો. બન્યું એવું કે-કાસોરમાં ખંભાતના એક શ્રાવકનું ઘર હતું. તેના એક છોકરાને વારં વાર લેહીની ઉલટી થઈ જતી. થુંકમાં પણ લેહી પડતું. ઘણી ઘણું દવાઓ કરી, પણ રેગ ન મટ. એ પરિસ્થિતિમાં અંશ માત્ર પણ ફેરફાર ન થા. શા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy