________________
૬૪
શાસનસમ્રાટ શ્રી સ્તંભતીર્થ જેવાં તીર્થમાં તીર્થપતિ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા–એ આપણું મહાન ચરિત્રનાયકશ્રીના વરદહસ્તે થયેલી પ્રથમ પ્રતિષ્ઠા છે.
મહાન પ્રભુ ! મહાન તીર્થ ! અને મહાન ગુરુ ! એ ત્રણે મહાન જ્યાં એકત્ર થયા હોય, ત્યાં કાર્ય પણ મહાન જ થાય ને ! ! !
[૧૯]
પ્રવચન-પ્રભાવનાના પ્રેરક પ્રસંગો
વિ. સં. ૧લ્પપનું ચાતુર્માસ ખંભાતમાં પૂર્ણ કરી, શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરીને પૂજયશ્રીએ પેટલાદ તરફ વિહાર કર્યો. સાયમા, તારાપુર, નાર થઈને તેઓશ્રીપિટલાદ પધાર્યા. ખંભાતમાં સ્થાપેલી “જંગમ પાઠશાળા” સાથે જ હતી. લગભગ ૪૦ જેટલાં વિદ્યાથીએ એમાં ભણતા હતા. પેટલાદમાં શેઠ પિપટભાઈની તમાકુની પેઢી હતી. તેથી ત્યાં તેમનું રસોડું ચાલતું, ને તેમાં આ બધા વિદ્યાથીઓ જમતા.
૧૯૫૬ના આ વર્ષમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ ભીને દુષ્કાળ છપ્પનીયા કાળના નામે ઓળખાય. લોક પિતાના ઢોરને પાણીના મૂલ્ય કસાઈઓને વેચી દેતા. અને જે ભેડા ઘણા પૈસા મળે, તેમાંથી મહા મુશ્કેલીએ ડુંક અનાજ મેળવીને પેટ ભરતાં.
પૂજ્ય મહારાજશ્રી પિટલાદમાં રતનપોળ-ચામડિયા શેરીમાં આવેલા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. એ મકાનને ઉપરને ભાગ ઉપાશ્રય હતું, અને નીચેનો ભાગ ધર્મશાળા તરીકે વપરાતે. એટલે પૂજ્યશ્રી ઉપર ઉતરેલા. નીચેના ધર્મશાળ-વિભાગમાં વિદ્યાર્થીઓ રહ્યા.
પૂજ્યશ્રી–ઉપાશ્રયમાં જાહેર–માગ તરફના ગોખ પાસે બેસતાં. એ ગેખ વાટે એકવાર તેઓશ્રીએ એક માણસને કેટલીક ભેંસે લઈ જતે જે. ભેંસની ચાલ, તથા તેને દોરનાર માણસની આકૃતિ પરથી જ તેઓશ્રી સમજી ગયા કે આ ભેંસો કસાઈખાને જઈ રહી છે. તરતજ તેઓશ્રીએ નીચેથી વિદ્યાથીઓને બોલાવીને તપાસ કરવા મોકલ્યા.
નાર ગામના શ્રી નારાયણદાસ, તથા શ્રી શિવલાલભાઈ નામક પાટીદાર જૈન વિદ્યાથીઓ આ હકીકત જાણતા હોવાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું કે-આપશ્રીની કલ્પના સત્ય છે. આ પશુઓ કસાઈખાને જ લઈ જવાય છે.
પૂજ્યશ્રી તે દયાના સાગર હતા, અહિંસાના ઉપાસક હતા. તેમનાથી આ કેમ જોયું જાય ? તેઓશ્રીનું દિલ દ્રવી ઉઠયું. તેઓએ વિચાર્યું કે કેઈપણ ઉપાયે આ પશુઓને બચાવવા જ જોઈએ.
તેઓશ્રીએ તત્કાલ બુદ્ધિ વાપરીને વિદ્યાર્થીઓને પશુઓના જીવ બચાવવા માટે યુક્તિ બતાવી. તદનુસાર દસ-પંદર વિદ્યાથીઓ ટોળાબંધ પિલાં કસાઈ પાસે જઈ પહોંચ્યા અને ભેંસને તેના બંધનમાંથી છોડાવી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org