SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જય થંભણ પારસનાથ ૬૩ સમયે આવ્યા. જ્યારે દેરાસરમાં કેઈની ય અવર-જવર ન રહી, ત્યારે તેઓ સાતેક ઈંચની શ્રી સ્તંભન પાર્શ્વનાથની નીલમમય પ્રતિમા ચોરી ગયા. - સાંજે દર્શન કરવા માટે શ્રાવકે દેરાસરે આવ્યા ત્યારે મૂળનાયકની ગાદી ખાલી દેખીને તેમના દિલમાં વજાને આઘાત લાગ્યો. વાત ફેલાતાં આખા સંઘમાં હાહાકાર થઈ ગયે. દેરાસરને ખૂણેખૂણો તપાસવામાં આવ્યો. શહેરભરમાં શેખેળ કરાવી, પણ પરિણામે શૂન્ય. શેઠ શ્રી અમરચંદભાઈએ આ વાત જાણતાં જ પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી પ્રભુજી ન આવે, ત્યાં સુધી મારે ચારેય આહારને ત્યાગ છે. શ્રી સંઘમાં પણ અનેક ઉપવાસ, આંબેલ આદિ તપશ્ચર્યાઓ થઈ શેખેળ ચદિશ ચાલુ જ હતી. બે દિવસ સુધી તે કઈ પગેરું જડયું નહિ. પણ– "अत्युग्रपुण्य पापाना-मिहैव फलमाप्यते । त्रिभि वर्षे स्त्रिभिर्मासैत्रिभिः पक्षस्तिभिर्दिनैः ॥ અત્યંત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ તેજ ભવમાં ત્રણ વર્ષ-માસ–પક્ષ કે દિવસમાં મળે છે. અહીં પણ એમજ બન્યું. તારાપુરમાં પેલે સની એકાએક અંધ બની ગયે. અને એટલું ઓછું હોય તેમ એ સોની અને કેળી વચ્ચે ભાગ પાડવામાં વિખવાદ પડવાથી મનદુઃખ થયું. એટલે કેળીએ કેઈકને આ વાત કહી દીધી. ફરતી-ફરતી આ વાત શેઠ પોપટભાઈના પુત્ર શ્રી પુરૂષોત્તમભાઈ તથા શા. પિોપટલાલ મૂળચંદ અને નગીનદાસના કાને આવી. તેઓ કાર્યકુશળ હતા. પ્રતિમાને ચેર તારાપુરમાં છે, એ જાણીને તરત જ તેઓ તારાપુર ઉપડી ગયા. તારાપુરમાં તપાસ કરવાની તેમને ઘણી સુગમતા પડી. કારણકે શેઠ પોપટલાલ મૂળચંદના પુત્ર શ્રીવાડીલાલભાઈ ત્યાંના તલાટી હતા. તેમની મદદથી આખા ગામમાં તપાસ કરાવીને સોનીને પત્તો મેળવ્યું તેને પકડવામાં આવ્યું. પ્રભુજી બાબત તેને પૂછ્યું, તે પહેલાં તે તે જાણે પિતે કાંઈ જાણતો જ નથી, એવો દેખાવ કરવા લાગ્યું. ધમકાવીને વારંવાર પૂછ્યું છતાં એ જ જવાબ મળવાથી છેવટે તેને ખંભાતના ફેજદારની બીક બતાવી. ખંભાતના ફેજ. દારથી તે વખતે ભલભલા ચેર–ગુનેગારો ફફડતાં, તે આ સનીનું શું ગજું ? તેણે ડરના માર્યા ચોરી કબૂલી લીધી. ને નારેશ્વર તળાવ પાસેથી પ્રતિમાજી કાઢીને તેમને સંપ્યા. માજી પાછાં મળવાથી પુરષોત્તમભાઈ વિગેરે ખૂબ હાર્ષિત બન્યા. ત્યાંથી ખંભાત લઈ ગયા. શ્રી સંઘે વાજતે-ગાજતે અપૂર્વ ઠાઠ-માઠથી પ્રભુને નગર–પ્રવેશ કરાવ્યું. શેઠ અમરચંદ ભાઈને હૈયે હરખ માટે નહોતું. તેમને તો નો અવતાર મળે જાણે! મુહૂર્ત બરોબર ન હોવાથી પ્રભુજીને શ્રી સીમંધર સ્વામીજીના દેરાસરમાં પણદાખલ પધરાવ્યા. પ્રભુજીની સ્તંભનાજીના દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘે વિનંતિ કરતાં-વિ. સં. ૧૫૬ની સાલમાં આપણું પૂજ્યશ્રીએ ૧૮ અભિષેક આદિ વિશુદ્ધ વિધિ વિધાનપૂર્વક પુનઃપ્રતિષ્ઠા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy