________________
૩૦
સૌરાષ્ટ્ર શ્રી મરુધર અને મેદપાટ પ્રદેશે, દેશદેશે સતત વિચરી ગૂજરાત પ્રદેશે; સારાં સારાં અનુપમ ઘણુ ધર્મનાં કાર્ય કીધાં, સએ જેનાં વચન કુસુમે શીધ્ર ઝીલી જ લીધાં. (૬) જેના યને થઈ સફળતા સાધુસંમેલને જે, જેથી લા સુયશ વિમળો વિશ્વમાં આત્મ તેજે; આચાર્યાદિ પ્રવર પદથી ભૂષિતા કૈક કીધા, રંગે જેણે જગતભરને યોગ ને ક્ષેમ દીધા. (૭) દિવાળીની વિમલ કુખને જેહ દીપાવનારા, લક્ષ્મીચંદ્ર પ્રવર કુલને નિત્ય શોભાવનારા; સૈરાગ્ટ શ્રી મધુપુર તણું કૌત્તિ વિસ્તારનારા, વંદુ છું તે વિમલ ગુણના ધામને આપનારા. (૮)
[ હરિગીત–છન્દમાં] તપગચ્છનાયક જગગુરુ શ્રી નેમિસૂરીશ્વર તણા, પટ્ટગગને ભાનુ સરિખા લાવણ્યસૂરીશ્વર તણ શિષ્ય દક્ષ મુનીશ કેરા સુશીલ શિષ્ય એ રચ્યું, નિજ શિષ્ય પરિવારની વિનતી થકી જે ઉર જગ્યું. (૯)
રચયિતા -પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરિજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org