________________
શાસનસ મ્રાટ-સ્તુત્યષ્ટક
[મન્દાક્રાન્તા-છન્દમાં જેણે જન્મી લઘુવય થકી સંયમ શ્રેષ્ઠ પાળ્યું, ને શાતાથી જીવન સઘળું ધર્મ કાર્યો જ ગળ્યું; સાધ્યા બંને વિમળ દિવસે જન્મ ને મૃત્યુ કેરા, વંદુ તેવા જગગુરુવરા નેમિસૂરીશ હીરા. (૧) જેની કીતિ પ્રવર પ્રસરી વિશ્વમાંહે અનેરી, ગાવે ધ્યાવે જગત જનતા પૂજ્યભાવે ભલેરી; જતાં જેને પરમ પુરુષ પૂર્વના યાદ આવે, ને આનંદે ભવિજન સદા ભવ્ય ઉલ્લાસ પાવે. (૨) મોટા જ્ઞાની જગતભરના શાસ્ત્રને પાર પામ્યા, ને ન્યાયના નયમિતિતણું સાર ગ્રંથ બનાવ્યા; વાણી જેની અમૃત સમ ને ગર્જના સિંહ જેવી, ને તેજસ્વી વિમલ પ્રતિભા સૂર્યના તેજ જેવી. જેણે બિંબ બહુ જિનતણું ભવ્ય પાસે ભરાવ્યાં, ને ધર્મોના બહુ વિષયના શ્રેષ્ઠ શા લખાવ્યાં; નાના ગ્રંથ અભિનવ અને પ્રાચ્ય સારા છપાવ્યાં, ને તીર્થોના અનુપમ મહા કંક સંઘે કઢાવ્યા. (૪) જીર્ણોદ્ધારે જિનભવનનાં નવ્ય ચેત્યો ઘણેરા, તીર્થોદ્ધારે જસ સુવચને કૈક દીપે અનેરા આદ્ધા ભવિક જનના ખૂબ કીધા ઉમંગે, ભૂપોદ્ધાર જગત ભરમાં કીધલા કૅક રંગે. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org