SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૪ ] આ. વિનદનસૂરિ-સ્મારકગ્ર ંથ ધરનાર બાળકનું, ભાવીના કોઈ અગમ્ય સકેતે જ, નરોત્તમ એવું નામ પાડવામાં આવ્યું. ત્રણ ભાઈ એમાં સૌથી નાના, પણ પૂના પ્રબળ સ`સ્કારે બધા કરતાં જુદા તરી આવતા. શાસનસમ્રાટશ્રીજીનું આગમન એટાદમાં થયું ત્યારે તેમની વય ફક્ત અગિયાર વની, પણ તે વયમાંય ચાતુર્માસ દરમિયાન પૂ. શાસનસમ્રાટશ્રીના સમાગમ ને ઉપદેશે તેમનામાં વૈરાગ્યના અવ બીજનુ વાવેતર કર્યુ.. આ સમય પછી એમને પેાતાના જીવનને સંયમના માર્ગે લઈ જવાની તાલાવેલી લાગી. આવરણ અને અતરાયા તે ઘણાં હતાં, પણ તે બધાંને સિંહવૃત્તિથી સામના કરી, સ. ૧૯૭૦માં વળાદ મુકામે સાયમના નિંત પંથે સંચર્યા——ભાઈ નાત્તમમાંથી મુનિ શ્રી નંદનવિજયજી અન્યા. નૂતન મુનિ ગુરુવર શ્રી પૂજ્ય ઉદ્દયવિજયજી ( ઉદયસૂરીશ્વરજી )મ. તથા પરમગુરુ શાસનસમ્રાટશ્રીની અવિરત સેવા–ઉપાસના કરીને, સમર્પણ ભાવથી, તેઓના હૃદયમાં આગવું સ્થાન પામ્યા. ગુરુવરાની કૃપા ઊતરે પછી બાકી શું રહે ? બહુ ઓછી મહેનતે ને આછા પરિશ્રમે તેઓ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને સ્યાદ્વાદ દર્શનના હાઈ-મને પામી શકવા. તેલમાં પડેલા પાણીના બિંદુની જેમ તેમની બુદ્ધિમાં તે તે પદાર્થો ખૂબ વિસ્તાર પામ્યા. પોતે જે ગ્રંથ જે રીતે ભણ્યા હોય તેના કરતાં ઘણી વિશદતા ને સ્પષ્ટતાથી તેએ ભણાવી શકતા. વર્ષો સુધી શાસનસમ્રાટશ્રીની અખંડ સેવા બજાવી, અને, તે ગુરુકૃપાના યાગે જ, સ. ૧૯૮૦માં ગણિ-પન્યાસપ અને સ. ૧૯૮૩માં આચાર્ય પદ જેવા મહાન પદની જવાબદારી તેમના શિરે મૂકવામાં આવી. અપૂર્વ વિદ્વત્તા ને વ્યાખ્યાનશક્તિ હોવા છતાં, વર્ષો સુધી વાયુ-ગેસ-શરદી વગેરેના કારણે, તેઓની તબિયત નાદુરસ્ત રહેતી અને તેથી જ શાસ્ત્રોનું પ્રગાઢ પાંડિત્ય છતાં તે એકધારો વ્યાખ્યાનને શ્રમ લઈ શકતા નહીં, પણ આચાર્ય પદારૂઢ થયા પછી જૈન વિદ્યાશાળામાં ચાતુર્માસ દરમિયાન તેઓએ જે વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યાં તેથી તે વખતના પીઢ જાણકાર ગણાતા શ્રાવકે તેમની વિદ્વત્તા ઉપર અને પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પરખશક્તિ ઉપર આફરીન ાકારી ઊઠત્યા, દીક્ષાપર્યાયનાં શરૂઆતનાં વર્ષોમાં જ તેઓએ જે ગ્રંથરચના કરી છે તે અત્યારે પણ ભલભલાને મુગ્ધ ખનાવે તેવી છે. સૂરિશતક અને સ્તેાત્રભાનુની રચના તા તેમણે દીક્ષા પછી બે-ત્રણ વર્ષે જ કરી છે. બીજા પણ સમુઘાતતત્ત્વ, જૈન મુક્તાવલી, જૈન તર્કસંગ્રહ, કદ'બગિરિ સ્તેાત્ર, દ્વિતીય કર્મગ્રંથની સૌંસ્કૃત ટીકા વગેરે તેના પ્રકાશિત ગ્રંથા તેમનામાં રહેલા મૌલિક સૈદ્ધાંતિક જ્ઞાનની સાક્ષી પૂરે છે. હજી તેા તેઓના કેટલાક ગ્રન્થા અપ્રગટ છે. તે જ્યારે પ્રગટ થશે ત્યારે તે જૈન સાહિત્યના અલકારરૂપ બની રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy