SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો [૪૫] તેમની દૃષ્ટિ ઘણી વેધક અને સૂક્ષ્મ હતી. વિ. સં. ૧૯૯૦ ને સ. ૨૦૧૪માં અમદાવાદ ખાતે ભરાયેલા ઐતિહાસિક મુનિસમ્મેલનમાં તેઓએ ઘણા મહત્ત્વના ભાગ ભજબ્યા હતા. શિલ્પ અને જયાતિષ વિષયનુ' તેનુ' જ્ઞાન અગાધ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતભરમાં થયેલા પ્રતિષ્ઠા, અંજનશલાકા, દીક્ષા જેવાં માંગલિક પ્રસંગાનાં મુહૂર્તો તેઓ પાસેથી મેળવવામાં આવતાં હતાં. પૂજ્ય હરિભદ્રસૂરિજી મ., પૂ. ઉપા. શ્રી યશેાવિજયજી મ.ના ષોડશક, અકજી, ચાગષ્ટિસમુચ્ચય અને અધ્યાત્મસાર તથા જ્ઞાનસાર વગેરે ગ્રંથે વારંવારના ચિંતન-મનન દ્વારા તેમણે આત્મસાત્ કર્યા હતા. તેની સાથે સાંખ્યકારિકા અને પાંચઢશી તથા પડિતરાજ જગન્નાથના ભામિનીવિલાસના ઘણાખરા શ્લેાકેા તેઓને કંઠસ્થ હતા અને તેને ઉપયાગ તેઓ વ્યાખ્યાનમાં તેમ જ વાતચીતમાં અહુ સરસ રીતે કરતા. શાસનમાં ઉપસ્થિત થતા તે તે પ્રશ્નોમાં તેઓ જે વલણ અપનાવતા તે અહુજનમાન્ય ને શિષ્ટજનસમ્મત બનતું. કેટલાક પ્રસંગેામાં તેઓના દીર્ઘ દ્રષ્ટિભર્યા યુક્તિયુક્ત વિચારા સાંભળી શાણા પુરુષો પણ માથુ' હલાવતા. પૂજય શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં જ નહીં, પણ સમસ્ત શ્રમણુસંઘમાં છેલ્લાં સાતેક વર્ષ દરમિયાન તેમણે ‘સર્વશ્રેષ્ઠ' તરીકેની જ સફળ કામગીરી બજાવી હતી એ અવિસ્મરણીય રહેશે. આ પૂજ્ય પુરુષના સાંનિધ્યમાં રહેવાના ને વર્ષો સુધી નિકટતમ પરિચયમાં આવવાને ને તેઓના વાત્સલ્યપ્રવાહમાં નિર'તર નહાવાને જે લહાવા મળ્યું છે એ તા વીસર્યાં વીસરાય એવા નથી. વિ. સ. ૨૦૨૦માં, શ્રી કદ્રગિરિ તીના શાંત ને પવિત્ર વાતાવરણમાં, શ્રી નન્દીસૂત્રની વાચના તેએ આપતા હતા ત્યારે તેમાં, શરૂઆતમાં, ન્યાયની શૈલિથી કરવામાં આવેલી આત્મસિદ્ધિ તથા આગમના અપૌરુષેયપણાનુ ખંડન સામાન્ય બુદ્ધિથી અગ્રાહ્ય હોવા છતાં તે વિષયને પણ તેઓ એવી સરળતાથી સમજાવતા કે વગર મૂંઝવણે તે પદાર્થો બુદ્ધિમાં સ્થિર થઈ જતા. શુકલ પક્ષના પાછલા એવા કેટલાય દિવસે યાદ છે કે જેમાં સાંજે પ્રતિક્રમણ કર્યા પછી તેઓશ્રી પાસે બેઠા હોઈએ ને વાતચીતમાં તેએ સુંદર શ્લોકા ખેલે ને તે જ વખતે ચાંદનીના પ્રકાશમાં તે શ્ર્લાકે કાગળમાં ઉતારી લઈ એ. તેઓશ્રી ઉપર અનેક સંસ્કૃત ગદ્ય-પદ્ય પત્રા લખ્યા હતા, તે પૈકી વિ. સં. ૨૦૨૮ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy