________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[ ૩૯૭ ]
નદીમાં બંધ પાસે ગયા. તપાસ કરીને છગનલાલજીએ એક માતાજીની મૂર્તિ શેખી કાઢી. એ મૂર્તિ રેતીમાં દટાયેલી હતી, તેને ખુલ્લી કરાવી. પછી વિધિપૂર્વક શેઠજીએ એક આટલા જેવુ બનાવીને તેમાં એ મૂર્તિને સ્થાપી. અને પહેલાં જમણવારના દિવસે છગનલાલજી, પોતાના દીકરા-દીકરીઓને લઈ ને, વાજતે ગાજતે ત્યાં ગયા, ને નવેદ્ય તથા ચુંદડી વગેરે સમર્પણ કર્યું. પછી તો દરરોજ નિયમિત રીતે ત્યાં નૈવેદ્ય વગેરે ધરાતું હતું.
(૪) સાદડીમાં એક શ્રાવિકા બહેન રહે. પાનીબાઈ નામ. સ્થિતિએ સાધારણ હોય એવુ લાગે. એમના પતિ ગામમાં વાસણની ફેરી કરે. ચેમાસામાં પાનીખાઈ કાયમ વ્યાખ્યાનમાં આવે અને ગહુલી ગાય. વ્યાખ્યાન પછી મહારાજ સાહેબને વાંદવા આવે ત્યારે રોજ કામકાજનું પૂછે અને કહે ખાપજી, કાંઈ સેવાભક્તિ બતાવો.” અને મહારાજ સાહેબ કહે : “બહેન, અત્યારે કાંઈ નથી. હશે તેા ખતાવીશું.
આમ ને આમ ચામાસુ પૂરું થવા આવ્યું ને મહારાજ સાહેબે કાંઈ કામકાજ ન ચીધ્યુ., એટલે એક દિવસ પાનીબાઈ પાતાના અમુક દાગીના એક પાટલીમાં બાંધી ઉપાશ્રયે આવ્યાં. મહારાજ સાહેબને પૂછેઃ “બાપજી, સમિયા કત્યાં છે? મારે એને આ પોટલી આપવી છે. ’
મહારાજ સાહેબે મને સાદ પાડીને ખેલાવ્યા. એમને એમ કે આ બહેન સમિયા માટે કાંઈ નાખ્તા લાવ્યાં હશે. હું ગયા તે મને કહે કે, “આ પાનીબાઈ તારા માટે કાંઈક નાસ્તા લાવ્યાં છે, લઈ લે.
પાનીબાઈ એ મને પેટલી આપીને કહ્યુ' : “ચમનાજી ! આ પોટલી તમારે આપજીની ભક્તિમાં વાપરવાની છે.” મેં પોટલી હાથમાં લીધી ત્યાં જ મહારાજ સાહેબે ફરી કહ્યું : “ સમિયા ! પોટલીમાં શું છે એ જોઈ લે.” મે ‘હા જી’ કહીને પાટલી ખેલી તે તેમાં સોના-ચાંદીના દાગીના ! મેં તરત જ મહારાજ સાહેબને કહ્યુઃ “સાહેબ ! આમાં નાસ્તા નથી, આમાં તે ઘરેણાં છે.” આમ કહીને મે' તેઓશ્રીને એ પાટલી દેખાડી.
તેઓશ્રીએ તરત જ પાનીબાઈ ને કહ્યું : “ બહેન, આવું કેમ કર્યું ? આ દાગીના શુ કામ લાવી ?” પાનીબાઈ કહેઃ “આપજી! મોટા શેઠિયાએ આપની ઘણી ભક્તિસેવા કરે છે. અમે તે આપની શું સેવા કરી શકીએ ? છતાં મને ખૂબ ભાવના હતી કે આપની થેાડીક સેવા કરવી, એટલે આ લાવી છું. આપને જ્યાં ઠીક લાગે તે ક્ષેત્રમાં આના ઉપયાગ કરાવો.” એ ઘરેણાં પાછાં લઈ જવા પાનીયાઈને ઘણુ સમજ્યાં, પણ તેઓ એકનાં એ ન થયાં. ત્યારે છેવટે મહારાજ સાહેબે રતા કાઢવા કે, “જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org