________________
[ ૩૯૬ ]
આ. વિ.નૠનસૂરિ-સ્મારકત્ર થ
પ્રતિષ્ઠા પ્રસંગે હજારા લેાકા-પુરુષો અને સ્રીઓ-આવ્યાં હતાં. એમાં સ્ત્રીઓના શરીર પર હજારા રૂપિયાની કિંમતના સાના-ચાંદીના દાગીના હોય. એ પહેરીને પણ એ લેાકેા નિર્ભયપણે ખુલ્લા મેદાનમાં ને મંડપમાં રહેતાં ને સૂઈ જતાં. સાદડી ગામ આખું ઘરબાર બંધ કરીને રાણકપુરમાં ઠલવાયું હતું.
આ બધું જોઈ ને મહારાજ સાહેબને સતત ચિંતા રહેતી કે, નિર્વિઘ્ને પતી જાય, અને કાઈ ને ઊની આંચ પણ ન આવવી જોઈ એ. સતત શ્રી આદીશ્વર પ્રભુનુ' અને શાસનસમ્રાટ ગુરુદેવનું ધ્યાન ધરતા.
દરમિંયાન, એક દિવસ પઢિયે સવા પાંચ વાગે, શેઠ છગનલાલજી ઘાણેરાવવાળા, જેએ રાણકપુર તીર્થના બંધાવનાર શેડ ધનાશાના વંશજ છે, તેમને સ્વપ્ન આવ્યું. એમાં એમણે જોયુ કે, ઉદયપુરથી મહારાણા પ્રતાપસિંહજી, ઘેાડેસવાર થઈ ને અને ખાંધે ઢાલ, હાથમાં ભાલેા ને માથે મુગટ ધારણ કરીને, રાણકપુરજીના દેરાસરના આખા ચેાગાનમાં ચક્કર મારીને આદીશ્વર ભગવાનના મુખ્યદ્વાર પર આવ્યા, અને ઘેાડા પરથી નીચે ઉતરી પગથિયાં ચઢે છે, એટલામાં જ ત્યાં એમણે પૂજ્ય શાસનસમ્રાટ ગુરુદેવને ઊભેલા જોયા. રાણાજીએ એમને દંડવત્ પ્રણામ કર્યા, ને ઊભા રહ્યા. એ જ વખતે દેરાસરમાંથી હાથીની સવારી ઉપર કાઈ મહાન દેવતાઈ સ્ત્રી ત્યાં આવી પહેાંચી. હાથી પરથી નીચે ઊતરી એ પણ શાસનસમ્રાટની પાસે ઊભાં. એ પછી તરત જ દેરાસરમાંથી ઇન્દ્રરાજા જેવા કોઈ મોટા દેવ આવ્યા. એ પણ પ્રણામ કરીને શાસનસમ્રાટની સામે ઊભા. પછી એ ત્રણેએ પૂછ્યું: “ શાસનસમ્રાટ ! આપે અમને કેમ ખાલાવ્યા છે ?” શાસનસમ્રાટે જવાબમાં કહ્યું: “ નદનસૂરિજીએ આપણને યાદ કર્યા છે. એમના પર પ્રતિષ્ઠાનું માટુ' કામ આવ્યું છે. જંગલમાં મંગલ કરવાનું છે. પ્રજાને બધી રીતે સાચવવાની છે. રાણા પ્રતાપને તે વંશપરંપરાથી આ ભૂમિનું રક્ષણ કરવાનુ છે જ; અને અમે ત્રણે જણુ પણ અહીં' અમીષ્ટ રાખીશુ'' આટલી વાત કરીને ચારે જણા અદૃશ્ય થઈ ગયાં.
66
આ મ‘ગલ પ્રસંગ આ માટે તેઓશ્રી
એની સાથે જ કયાંકથી એક માતાજી ( સ્વપ્નમાં જ ) આવ્યાં. એ કહેવા લાગ્યા ઃ “ અરે છગનલાલજી ! તમારે હવે કેટલી વાર સુવુ છે ? તમે જલદી ઊંડા અને નંદનસૂરિજીને કહી આવે કે તમે રાણકપુરના પ્રતિષ્ઠાનાં મુહૂર્તો કાઢળ્યાં છે, તે સેાનાના અક્ષરે લખાઈ ગયાં છે, તમારા લેખો ફરશે નહી. અને હું નદીની વચમાં રાણકપુરના અધ પાસે એડી છું. નંદનસૂરિજીને કહેજો કે મને ભૂલે નિહ. એમને ગાડે એવી ચુંદડી મારે માટે માકલી આપે, ’
આવુ... સ્વપ્નું જોઈ ને છગનલાલજી શેઠ જાગ્યા, અને તરત જ મહારાજ સાહેબ પાસે આવીને વાત કરી. એટલે મહારાજ સાહેબ અને શેઠ છગનલાલજી બન્ને જણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org