________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૫] વગેરે બધી જગ્યાઓ મહારાજ સાહેબની દ્રષ્ટિમાં લાવીને તેઓશ્રીનો વાસક્ષેપ એ ભૂમિ પર કરાવ્યા, અને કામકાજ શરૂ કરવાનું શુભ મુહૂર્ત લઈ લીધું.
એ વખતે મહારાજ સાહેબ શ્રાવકોને કહ્યું: “જુઓ, તમે લાખો માણસને જમાડવાની, રહેવાની, પાણીની ને બીજી બધી વ્યવસ્થા ભલે કરે, પણ એક ધ્યાન રાખજે કે, અહીં તો અઢારે વર્ણની પ્રજા આવશે. એ બધાને માટે ખાવા-પીવા ને રહેવાની છૂટ રાખવી પડશે; તો જ પ્રતિષ્ઠા સારી થશે ને અમને પણ પ્રતિષ્ઠા કરવાની મજા આવશે.”
શ્રાવકો કહે : “બાપજી ! આપની વાત બરાબર છે. અમે બધા લોકો માટે પૂરી વ્યવસ્થા કરીશું.”
આ પછી વ્યવસ્થાનું કામ જોશભેર શરૂ થયું. ચાલીશ હજાર માણસે બેસી શકે તે વિશાળ મંડપ બંધાય. લાખ માણસને જમાડવાનો પ્રબંધ થયે. પાણી માટે નજીકની એક વાવ ઉપર મશીન ગઠવ્યું. એ પાણી પીવા અને નહાવાના ઉપયોગમાં આવતું. જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયે ત્યારે વીશ દિવસે એ વાવમાંથી એક પગથિયા જેટલું પાણી ઓછું થયેલું. રજ પંચોતેર હજાર જેટલું માણસ એના પાણીને નહાવા અને પીવા માટે ઉપયોગ કરતું.
રસોડા માટે પણ મટે, પાકો માં બંધાયે. મુખ્ય મટી બે ચૂલે ખોદાવી. એમાં એક ચૂલમાંથી એક માટે, નાના કાચબા જે વીંછી-કાળોતર વીંછી-જીવતો નિકળ્યો હતો. આ બે મોટી ચૂલ ઉપર બે મોટા કડા ગોઠવાયા. મહારાજ સાહેબે એકનું નામ શ્રાવણ ને બીજાનું નામ ભાદર પાડયું. એમાં શીરે-લાપસી બનાવવામાં આવતાં. રોજ હજારોની સંખ્યામાં લોકો સંઘજમણમાં જમતાં. શાકના વઘારમાં રોજ અઢાર ડબ્બા ચોખા ઘીને વપરાતા.
- પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે માટે પણ તંબૂઓ, રાવટીઓ વગેરેને સુંદર બંદોબસ્ત કરવામાં આવ્યું. જ્યારે પ્રતિષ્ઠા-પ્રસંગે સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજે પધાર્યા, ત્યારે પૂજ્ય મહારાજ સાહેબે સૌથી પહેલાં આવીને એક રાવટીમાં પિતાનો ઉતારે રાખ્યો. એ જોઈને આગેવાનોએ ખૂબ વિનતિ કરી કે, “સાહેબ ! આપ તે મેટા આચાર્ય મહારાજ છે, અને અહીં આવી રાવટીમાં રહો, તે ઠીક ન લાગે. આપ ઉપાશ્રયમાં પધારો.”
ત્યારે મહારાજ સાહેબે ફરમાવ્યું: “આપણા હજારે, સાધર્મિક અને લેકે આવશે, એ બધા તંબૂ-રાવટીઓમાં કે બહાર રહે, અને હું ઉપાશ્રયમાં જઈને બેસું, એ શોભતું નથી. મને તે અહીંયા લોકોની વચમાં જ રહેવું ફાવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org