________________
[૩૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આ સાંભળીને મહારાજ સાહેબ થોડી વાર સુધી કશું બોલ્યા નહિ. પાંચ-દસ મિનિટ પછી કહેઃ “ચમના, તારી વાત બરાબર છે. કેઈની ટપાલ વંચાય નહિ અને કેઈને અપાય પણ નહિ.”
(૨) હવે રાણકપુરજીની પ્રતિષ્ઠાની તૈયારીઓ શરૂ થઈ. મારવાડી સમાજમાં જાજમ પાથરવાની મહત્તા ઘણી. સારા ચોઘડિયે જાજમ પાથરે, તો ઘીની ઊપજ ઘણી સારી થાય અને કામ નિર્વિદને સફળ થાય, એવી શ્રદ્ધા. રાણકપુરજીના કાર્ય માટે પણ સાદડીના સંઘે પૂજ્ય ઉદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય મહારાજ સાહેબ(નંદનસૂરીશ્વરજી મહારાજ)ની પાસેથી શુભ મુહૂર્ત લઈને ત્યાં ન્યાતી નૌહરાના મેટા ખંડમાં જાજમ પથરાવી ને મીટીંગ ભરી. રાતનો સમય હતો. ઘેડી વાતે-વિચારણાઓ થઈને, ગમે તે કારણે, શેઠિયાઓમાં મતભેદ પડ્યો. બોલાચાલી થવા માંડી. રાતના બાર વાગવા આવ્યા, પણ ઉગ્રતા ઘટવાને બદલે વધી ગઈ. એટલે મહારાજ સાહેબે મને સૂચના કરી કે, આ લોકે ભલે ત્યાં બેઠા, તું બહારથી દરવાજો બંધ કરી દે, અને તાળું મારી દે. ઉગ્રતા ઓછી થશે, એ લોકો થાકશે, ત્યારે ખોલજે, મેં એ પ્રમાણે કરી દીધું. સવારના ચાર વાગ્યા સુધી સંઘની મીટિંગ ચાલી. છેવટે એ લકે થાક્યા, શાંત થયા, ને દરવાજો ખોલવા જણાવતાં મેં દરવાજો ઉઘાડ્યો. બધા મહારાજ સાહેબ પાસે આવ્યા, બેઠા ને વાત કરી કે “આવું બન્યું છે, કાંઈ નકકી કરી શક્યા નથી.”
મહારાજ સાહેબે કહ્યું : “આપણે હમણાં પ્રતિષ્ઠા કરવી જ નથી. હવે તે તમારે જે વિચાર કરવા હોય તે કરી લો. અને છેવટે બધા એકમતના થઈને આવે, ત્યારે જ વિચાર કરીશું.”
શેઠિયાઓએ કહ્યું: “સાહેબ ! હવે અમે બધા એકમત થઈને જ આવ્યા છીએ. આપ ફરમાવો તેમ જ કાર્ય કરવાનું છે. હવે અમે ફરી વિનતિ કરીએ છીએ કે, અમને જાજમનું બીજું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત કાઢી આપો. અમને લાગે છે કે અમે રાતનાં મુહૂર્તન સમય ચૂકી ગયા છીએ, માટે જ આમ બન્યું.”
મહારાજ સાહેબે બીજું શ્રેષ્ઠ મુહૂર્ત અને ચોક્કસ સમય કાઢી આપ્યા. એ પ્રમાણે બીજી મીટિંગ મહારાજ સાહેબની સામે જ મળી, અને કલ્પનામાં ન આવે એવી બેલી બોલાઈ. બધાએ એકમત થઈને નિર્ણ લીધા.
(૩) આ પછી એક વાર સાદડી સંઘના આગેવાનોની વિનતિથી તેમની સાથે પૂજ્ય મહારાજ સાહેબ રાણકપુર પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ અંગેની બધી પૂર્વતૈયારી કરાવવા માટે જગ્યા વગેરેનું નિરીક્ષણ કરવાનું હતું. હું પણ સાથે હતે.
મંડપ ક્યાં અને કેવો બાંધો, રડુ ક્યાં રાખવું, જમવા માટેની વ્યવસ્થા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org