________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૩] મેં કહ્યું : “હા, શેઠજી! હું ખુશીથી રહીશ. પણ મારા બાપાની રજા લેવી પડશે.”
એટલે શેઠિયાઓએ મારી મારફતે મારા ગામ માંગલિક ગુડા” થી મારા બાપા પ્રજાપતિ દેવાજી અંદાજીને બોલાવ્યા, અને પૂછયું : “દેવાજી! તમારા છોકરા ચમનાને અમારા મેટા ગુરુમહારાજ પાસે રાખવાનો વિચાર છે. એ સાધુપુરુષની સેવા કરવા માટે એને રાખવાનો છે, જે તમારી રજા હોય તે એ રહેવા તૈયાર છે. તમે રજા આપશે?”
આ સાંભળીને મારા બાપાએ મહારાજ સાહેબનાં દર્શન કરવાની ઈચ્છા જણાવી. એમને લઈને બધા ન્યાતી નૌહરાના ઉપાશ્રયે ગયા. ત્યાં પૂજ્ય મહારાજ સાહેબ બિરાજતા હતા. એમનાં દર્શન કરીને મારા બાપા ખૂબ રાજી થયા. એમણે તરત જ આગેવાનોને કહ્યું કે, “મારા છોકરાને ઘણી ખુશીથી આ મહારાજની સેવામાં રાખો ! આવા મહાપુરુષની સેવા કરીને મારે છોકરી પણ સુખી થશે.”
પછી મને પણ કહ્યું : “અલ્યા ચમના ! આ સાધુ પુરુષની બરાબર સેવાચાકરી કરજે. એમ કરવાથી તું ને હું બને સુખી થઈશું.”
મેં મારા બાપાનું વચન માન્યું અને તે જ દિવસથી મહારાજ સાહેબની સેવામાં રહી ગયો.
શરૂઆતમાં હું ઉપાશ્રયમાં કાજે કાઢવે, મહારાજ સાહેબની ભક્તિ કરવી, કામ હોય ત્યારે શેઠિયાઓને બોલાવી લાવવા, ટપાલ નાખી આવવી–આવાં બધાં નાનાંમેટાં કામ કરતો ને શેઠિયાઓને ત્યાં જમી લેતો ને રાત-દિવસ ઉપાશ્રયમાં રહેતે. મહારાજ સાહેબ પણ મને ખૂબ સાચવતા અને કામકાજની વિગત પ્રેમથી સમજાવતા.
(૧) એક દિવસ સાંજે પાંચ વાગ્યાના સુમારે ન્યાતી નૌહરામાં મહારાજ સાહેબ બેઠા હતા. એમની સામે હું બેઠો હતો. બીજું કઈ ત્યાં નહોતું. એ વખતે, મહારાજ સાહેબે પૂછયું : “અલ્યા ચમન ! તને ટપાલ નાખતા આવડે છે ?”
મેં કહ્યું : “હા સાહેબ.” રસ્તામાં કોઈ વ્યક્તિ તારી પાસે ટપાલ માગે તો તું આપી દે ખરો ને?” ના, સાહેબ.” અલ્યા! કેમ ન આપે ? ”
સાહેબ! કોઈની ટપાલ મને નાખવા આપી હોય તે મારાથી વંચાય પણ નહિ, અને મોટા શેઠનો દીકરો માગે તે પણ હું આપું નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org