________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૮૯]. ચમકતા જૈન શાસનના, હતા એ કીમતી હીરા; સિધાવ્યા સ્વર્ગમાં સહસા, મૂકી સંઘને નિરાશામાં. (૨) હતા એ સંઘના નાયક, દીર્ઘદ્રષ્ટિ તણા સ્વામી, વસમી વિદાય વેળાએ, ખોવાયું મહામૂલું એ રત્ન. (૩) વાત્સલ્ય કરુણા મૈત્રીનું, સદા વહેતું હતું ઝરણું જુઓ જ્યારે ગમે ત્યારે, હતું હસતું સદા મુખડું. (૪) અને કોને પ્રતિબોધ્યા, કીધાં કાંઈ કામ શાસનનાં સદાયે માન કે નિંદા, હસીને એ સહી લેતા. (૫) ન લખતાં પાર કે પામે, હતા એવા ગુણી ગુરુવાર હૃદયની ઊમિનાં પુષ્પ, વણી લઈને ગૂંથી માળા. (૬) સંવત બે હજાર બત્રીસના, માગસર વદી ચૌદશે સાંજે તગડીમાં સ્વર્ગની પામ્યા, ઝૂટવાયું રત્ન કલિકાલે. (૭) છવાયું શોકનું વાદળ, સકળ શ્રીસંઘમાં ત્યારે, ખરેખર જ્ઞાની સૂરિવરની, પડી ગઈ છેટ શાસનમાં. (૮) જન્મેલાનું મરણ નકકી, ફરે છે કાળની ચક્કી રહે છે નામ અમર તેનું, જીવન પંકજ સમું જેનું. (૯) સમ ભાવથી આજે, હું આ અંજલિ ભાવે; પુણ્યાત્મા નંદનસૂરિવરને, કરું હું વંદના કોડ. (૧૦) નેમિ-વિજ્ઞાન સૂરીશ્વર, પટ્ટધર કસ્તૂરસૂરિવર કૃપા કીર્તિચન્દ્રસૂરિની, રચે “નયકીર્તિ” રહી પાટણ, (૧૧)
મારી દષ્ટિએ પૂજ્ય સુરિવર લેખિકા–સ્વ. પ. પૂ. સાધ્વીજી શ્રી જસવંતશ્રીજી મહારાજનાં શિષ્યા
પ. પૂ. સા. શ્રી તિરત્નાશ્રીજી મહારાજ ધન્ય છે એ ભૂમિને, એ નગરને, એ ગૃહને, કે જ્યાં આ મહાપુરુષે દેહ ધર્યો. ધન્ય છે એ માતાને કે જેની કુક્ષિાએથી આ મહાપુરુષે જન્મ લીધો. મહાભાગ્યવાન એ પિતા કે જે પિતાના એ કુલદીપક થયા. એ માતપિતાને પણ ધન્યવાદ ઘટે છે કે જેમણે પિતાના આ પનોતા પુત્રરત્ન નરોત્તમને જિનેત્તમને ચરણે અર્પણ કર્યો. આ સમયે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org