________________
[૩૮૮]
આવિ. નંદનસૂરિસ્મારકગ્રંથ કરીને યત્કિંચિંતુ ગુણો મેળવીશું, અને શાસનસેવાનાં અધૂરાં કામ પૂરાં કરવાનો નમ્ર પ્રયત્ન કરીને કાંઈક ઋણ અદા કરીશું. વિશેષ તે આ મહાપુરુષના મહાન ગુણોનું વર્ણન હું શું કરી શકું?
મહાપ્રભાવક આચાર્ય લેખક–શ્રી કેશવલાલ વાડીલાલ શાહ, વકીલ, અમદાવાદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આપણા જૈન શાસનમાં અને તપાગચ્છમાં પ્રગટેલી શક્તિશાળી અને તેજસ્વી આચાર્યોની હારમાળાના એક મહાપ્રભાવક આચાર્ય મહારાજ હતા. પરમપૂજય શાસનસમ્રાટે જે આશા અને શ્રદ્ધાથી એમનું ઘડતર કર્યું હતું. તે આશા અને શ્રદ્ધાને એમણે સંપૂર્ણ પણે સફળ બનાવી હતી—હું તો ત્યાં સુધી કહું કે નંદનસૂરિ મહારાજ પૂજ્ય શાસનસમ્રાટની નાની આવૃત્તિ જ હતા ! શાસનસમ્રાટની દીર્ધદર્શિતા, અસાધારણ કટિની બુદ્ધિપ્રતિભા, ગૂચનો ઉકેલ લાવવાની આગવી કોઠાસૂઝ, માણસની પરખ અને વિદ્વત્તા વગેરે અનેક ગુણો પૂજય નંદનસૂરિ મહારાજમાં બરાબર ઊતર્યા હતા, અને એ બધાને પરિચય અમને તથા શ્રીસંઘને અનેક પ્રસંગેએ થયેલ છે.
- જૂની પેઢીનાં ઉદાત્ત આદર્શો અને ઉચ્ચ મૂલ્યોને આજના યુગ તથા પેઢીના હિતમાં ઉપયોગ કરે, એ માટે પૂજ્ય નંદસૂરિ મહારાજ વિખ્યાત હતા. એમની આવી શાણી સમજણ અને દીર્ધદષ્ટિનો પરિચય ભગવાન મહાવીર પરમાત્માની ૨૫મી નિર્વાણ શતાબ્દીના અવસરે વિશેષ પ્રકારે થયે હતો. તેઓ એકતાના ચાહક હતા અને ક્યારેય સંઘર્ષને ઇરછતા ન હતા. એમણે સ્યાદ્વાદના સિદ્ધાંતને સાર બરાબર પચાવીને જીવનમાં ઉતારી જાણ્યો હતો.
આવા મહાન શક્તિશાળી આચાર્ય ભગવંતની ખોટ આપણા જૈન સંઘને તેમ જ સમાજને ઘણાં લાંબા કાળ સુધી સાલશે, એ નિઃશંક વાત છે. એમના પવિત્ર આત્માને વંદનાંજલિ હો !
અંજલિગીત રચયિતા–પ. પૂ. મુ. શ્રી નયકીતિવિજયજી મહારાજ
(રાગ–જનારું જાય છે જીવન, એ ગઝલનો) શ્રદ્ધાંજલિ અર્પતા આજે, કરું ગુણગાન સૂરિવરનાં; પુણ્યાત્મા સૂરિવરજીની, પડી ગઈ ખોટ શાસનમાં. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org