________________
[ ૩૯૦ 1
આ. વિનન્દનસૂરિ-સ્મારકત્ર થ મહાપુરુષનું પણ સ્મરણ કરવું ચેગ્ય જ છે કે જેમણે સમાજરૂપી કાચા હીરાની ખાણમાંથી આવા અનેક નર-હીરલાઓને શેાધી, પાતાના કડક અનુશાસનમાં રાખી, જ્ઞાન, ધ્યાન, તપ, સચમ, સમતા, વિનય, વૈયાવચ્ચનાં પહેલ પાડી, ઝળહળતા હીરા બનાવી જૈન સમાજને અર્પણ કર્યો. એ મહાપુરુષનું નામ હતું પરમપૂજય શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના જ આ પ્રશિષ્યનું નામ હતુ. પરમપૂજ્ય તપાગચ્છનાયક આચાય શ્રી વિજયન ંદનસૂરીશ્વરજી મહારાજ, એ મહાપુરુષનાં પુણ્યદર્શનથી દરેક માણસ પોતાને કૃતકૃત્ય માનતા. એ એમના ચક્ષુને પ્રભાવ હતા. એ ચક્ષુએમાં સદા પ્રેમ છલકાતા હતા. એમનામાં સ્નેહ હતા, વાત્સલ્ય હતુ, આશીર્વાદ હતા. અને ભલાની ભલાઈ, મુરાની બુરાઈ, કપટીના કપટ અને સજ્જનની સજ્જનતાને પારખવાની તીક્ષ્ણ દૃષ્ટિ એમનામાં હતી. એમનાં લેાચનમાંથી વહેતા વાત્સલ્યઝરણાના અમૃતને સ્વાદ જેણે માણ્યા છે, તે ધન્યતા અનુભવે છે.
એ મહાપુરુષની સ્મરણશક્તિ તથા સમજશક્તિ બેજોડ લેખાતી. એમની ષ્ટિ સમક્ષ અનેલા બનાવા અને વાર્તાલાપોને તેએ અક્ષરશઃસ્થાનનાં વર્ણન સાથે છેલ્લી 'મરે પણ કહી શકતા હતા. એમની એ જ સ્મરણશક્તિએ શાસનસમ્રાટ ” જેવા ઐતિહાસિક જીવનચરિત્રગ્રં’થનુ· નિર્માણ કરાવ્યુ` હતુ`. એ જ મગજમાં જૈન દર્શન, વેદાન્ત, ઉપનિષદ, પુરાણેા, મહાભારત, ગીતા, કર્મપ્રકૃતિ, જૈન આગમા અને એના પાઠા અક્બ’ધ સચવાઈ રહેતા અને જ્યારે તેને ઉપયાગ કરવા હોય ત્યારે શૃંખલાબદ્ધ રીતે એ
સ'ભળાવી શકતા. ખરેખર, અદ્ભુત હતી એમની યાદદાસ્ત.
માટે જ ઘણા પડિતા, આચાર્યા એમને જીવંત જ્ઞાનભંડાર કહેતા હતા. ૭૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ પણ એ જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે શ્રેણીબદ્ધ શાસ્ત્રપાઠા અને શ્લોકા આવ્યે જતા હતા. તેમનુ એક પણ વાકય આધાર રહિત નહોતું આવતું, તે એમની ખ્યાખ્યાનશૈલીની અનેાખી વિશિષ્ટતા હતી.
**
આવા વિરલ મહાપુરુષ આપણી વચ્ચેથી ગયા એ વિચારથી ઉંચુ· કપી ઊઠે છે અને સવાલ થાય છે કે, શુ. આ ખાટ હમેશને માટે વણપુરાયેલી રહેશે ? તે ખાટ જેમ અને તેમ જલદીથી પુરાય એ જ શુભેચ્છા અને એ જ શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થને અપી ને વિરમું છું.
એક અદ્ભુત વ્યક્તિત્વ
લેખક-પ. પૂ. સુ. શ્રી સદ્ગુણુવિજયજી મહારાજ
કેટલીક વિરલ વ્યક્તિઓનુ વ્યક્તિત્વ જ એવું અદ્ભુત હોય છે કે, તમે તેની પાસે જાએ એટલે તમારું પોતાપણું ભૂલી જાઓ અને એમની જ દષ્ટિએ નિહાળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org