________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૮૩] શ્રી મોટા મહારાજ સાહેબ તથા પૂ. શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબે મને કામ કરવાની ખૂબ છૂટ-સ્વતંત્રતા આપી હતી. મહુવામાં મારા હાથે ઘણું કામો થયાં છે; ધાતુની મૂર્તિઓ અને ધાતુના સ્ટેયુઓનાં અનેક કામો મેં મહુવામાં કર્યા છે. મને મારા મનમાં જે ધૂન, જે વિચાર આવે, તે પ્રમાણે કામ કરવાની સંપૂર્ણ છૂટ હતી. મહુવાના ગુરુમંદિર સામે એક મોટી એકવીસ ફૂટની મૂતિ સિમેન્ટ કોંક્રીટમાં બનાવેલ છે. છ ફૂટની તો ભગવાનની મુખાકૃતિ છે. આ અને આવા બધાં કામ કરવા માટે શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબે મને વારંવાર પ્રેરણા આપી છે.
તેમને પહેલ પરિચય મને ઈ. સ. ૧૯૩૫માં, બાબુભાઈ મગનલાલ ભાવનગરી, ફોટોગ્રાફર દ્વારા થયો હતો. એમણે મને મેટા મહારાજ સાહેબના ફટાઓ આપ્યા અને એમનું પહેલું સ્ટેચ્યું મેં બનાવ્યું. તે પાસ થયા પછી તે મને અવારનવાર એકસરખું કામ મળ્યા જ કર્યું છે. અને લગભગ તે પછી તો ઘણુંખરા આચાર્યોની મૂર્તિનાં કામ મને મળ્યાં છે અને હજી પણ જૈનોનું કામ ચાલુ જ છે. સોનગઢમાં શ્રી ચારિત્ર રત્નાશ્રમમાં શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબનું ધાતુનું સ્ટેચ્યું મારા હાથે જ થયું છે. એટલું જ નહિ, મારા દીકરાને પણ જેનોનાં કામનો સારે લાભ મળે છે. મારો ચિ. રમેશ દ. કેલકર કાચ ઉપર ઉપસાવેલા દરેક જાતના પટ, ગમે તે સાઈઝમાં, કરી શકે છે. મને આનંદ થાય છે કે, મારી પાછળ, અમારા વારસામાં, મારા દીકરાને પણ કામ કરવાની તક મળ્યા કરે છે, અને મારે દીકરો તે આનંદથી કરે છે. જૈન સમાજ પણ એને માટે લાગણી ધરાવે છે. શ્રી મોટા મહારાજ સાહેબ તથા શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબે મારા માથા ઉપર વાસક્ષેપ નાખીને મને આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થશે.
કેવો ઋણાનુબંધ હોય છે! હું મહારાષ્ટ્રીયન (દક્ષિણ), વડોદરાને વતની, મુંબઈમાં શિલ્પકલાનું જ્ઞાન લઈ પિતાના સ્થાને રહી શિલ્પનું કામ કરું છું. અહીંની (અમદાવાદની) જાણીતી સંસ્થા શ્રી સી. એન. કલા મહાવિદ્યાલયમાં શિલ્પકલાના મુખ્ય અધ્યાપક તરીકે ૧૦ વર્ષ સુધી સેવા આપીને ઈ. સ. ૧૯૯૪માં નિવૃત્ત થયો. હવે ઘરે આરસ તથા દરેક જાતના સ્ટેમ્યુનું કામ કરું છું. આમાં જૈન સમાજ સાથે કેટલે સંબંધ આવે! પણ આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ અને એવા જ બીજા જૈનાચાર્યો સાથેના સંબંધો ઋણાનુબંધને કારણે જ બંધાયા છે, એમ હું માનું છું. અત્યારે પણ જાણે તેમની છત્રછાયામાં જ કામ કરતો હોઉં એમ લાગે છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ એક માત્ર અપેક્ષા અમે રાખીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org