________________
f૩૮૨]
આ વિનંદનસૂરિ સ્મારક પૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબને સ્મરણાંજલિ
લેખક—શ્રી દત્તાત્રય સોમેશ્વર કેળકર, શિલ્પી, અમદાવાદ પૂજ્ય આચાર્યશ્રી નંદનસૂરિ મહારાજ સાહેબને પરિચય મને ઘણાં વર્ષોથી હત–લગભગ પાંત્રીસ વર્ષ થયાં હશે. શ્રી મોટા મહારાજ સાહેબ તથા આચાર્યશ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ, આ બધા આચાર્ય સાહેબનો પરિચય અને સારે હતો. મને એમની સેવા કરવાનો લાભ સારો મળ્યો છે. એમનો મારા ઉપર અગણિત પ્રેમ હતા. વિશેષમાં, કોઈ પણ કારીગર, પછી તે પેઈટિંગ કરનાર હોય કે પછી મૂર્તિ ઘડનાર હોય, તેને તેઓ એકસરખી ઉત્તેજના આપતા હતા. શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ મારા ગુરુ તરીકે જ હતા અને આજે એમના સ્વર્ગવાસથી મને તે ઘણું જ દુઃખ થયું છે.
એક જૂને પસંદ યાદ આવે છે. જ્યારે હું ઘણાં વરસ પહેલાં કદમ્બગિરિમાં શ્રી મોટા મહારાજ સાહેબ તથા શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ સાથે બે-ત્રણ મહિના રહેવા ગયા ત્યારનો પ્રસંગ છે. ગુરુ અને શિષ્યને સંબંધ અને ગુરુસેવા અને ગુરુભક્તિ શું, તે મને ત્યાં પ્રત્યક્ષ જોવા મળ્યું. એક વખત એવો પ્રસંગ જોવા મળે છેશ્રી મોટા મહારાજ સાહેબ,નંદનસૂરી મહારાજ સાહેબ શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ અને અમે બધા સેવકો રાતના નવ વાગ્યાથી વાતો કરતા બેઠા હતા. તે વખતે આચાર્યશ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ ખડે પગે, પંખો લઈ, શ્રી નેમિસૂરિ મહારાજ સાહેબની સેવા કરવામાં એકલીન થઈ ગયા હતા. એ વખતે બધા જ નિદ્રાવશ થઈ ગયા. એકલા શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબ બરાબર બે વાગ્યા સુધી હાથમાં પંખે લઈને પૂજ્ય શ્રી મેટા મહારાજ સાહેબને પવન નાખતા હતા. પ જરા પણ બંધ કર્યો નહિ અને પોતે એક સેકંડ પણ આરામ લીધે નહિ. લગભગ રાતના બે વાગ્યા પછી હું અચાનક જાગી ગયો. અને મેં શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબને કહ્યું કે, “તમે ઊભા ને ઊભા છે, એટલે હવે મને પંખો આપે અને તમે આરામ કર.” એટલામાં શ્રી મેટા મહારાજ સાહેબ જાગ્યા અને મોટેથી બોલ્યા, “અરે, ઉદયસૂરિ, તું નવ વાગ્યાથી અત્યાર સુધી ઊભે ને ઊભો છું ! જા, હવે આરામ કર.” શ્રી મેટા મહારાજ સાહેબની આજ્ઞા થયા બાદ એમણે (શ્રી ઉદયસૂરિ મહારાજ સાહેબે) આરામ કર્યો. ગુરુ પ્રત્યેને કેટલે પ્રેમ ! અને ગુરુ પ્રત્યેની કેટલી અઢળક શ્રદ્ધા ! આવા તો અનેક દાખલાઓ મને જોવા મળ્યા છે.
મોટા આચાર્યો સાથે રહેવાના માટે અનેક પ્રસંગો બન્યા છે. તેમાં પૂજ્ય શ્રી નંદનસૂરિ મહારાજ સાહેબ ખૂબ જ પ્રેમાળ હતા. આ બધા આચાર્યોના મને આશીર્વાદ મળ્યા છે અને આજે હું તેનાથી સુખી થયો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org