SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮૪] આ વિનંદનસૂરિ સ્મારગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું જીવનજ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ લેખક–પં. શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ (ભૂતપૂર્વ સહસંપાદક : “જન્મભૂમિ ખગોળસિદ્ધ પંચાંગ,” મુંબઈ) પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજીને જન્મ ઈ. સ. ૧૯૯૮ના નવેમ્બરની ટા ૨૪ તારીખ ને ગુરુવાર, વિ.સં. ૧૯૫૫ કાર્તિક શુકલ એકાદશીના દિને અશ્વિની નક્ષત્રમાં થયો હતું. જન્મ-લગ્ન સિંહ રાશિનું હોઈ, તે નેતા તરીકે દોરવણી આપવાનું શક્તિસામર્થ્ય, પડ છંદ ઊંચો બાંધો, પ્રભાવશાળી ચહેરે, લાંબુ {ી આયુષ્ય અને નેતાગીરી દર્શાવે છે. ચંદ્ર ભાગ્ય | ભુવનમાં ભાગ્યેશ મંગળ સાથેના પરિવર્તનયેગમાં મેષરાશિમાં રહેલ હોઈ દઢ નિશ્ચયબળ, લીધેલું કાર્ય કોઈ પણ ભેગે પૂરું કરવાની તમન્ના, મુશ્કેલીથી કદી પણ ન ડરનાર, હઠીલા સ્વભાવને બનાવે. અહીં ચંદ્ર પર ગુરુની દષ્ટિ હેવાથી દેખાવે ઉગ્ર હોવા છતાં હૃદયમાં વાત્સલ્ય અને પ્રેમ કાયમ રહે. આ લેખકને તેમના સ્વભાવ સંબંધી અને સ્વભાવની ઉગ્રતા સંબંધી વાત સાંભળવા મળી હતી. પરંતુ અમદાવાદમાં પાંજરાપોળ ઉપાશ્રયમાં તેમના પ્રથમ દર્શનનો લાભ મળતાં અને તેમની સાથે કલાકો સુધી જ્ઞાનચર્ચા થતાં તેમનાં પ્રેમ અને વાત્સલ્ય પ્રત્યક્ષ અનુભવવા મળ્યાં. વજી જેવા કઠણ દેખાવા છતાં પુષ્પથી પણ કોમળ હૃદય તેઓ ધરાવતા હતા. ( ? લગ્નેશ સૂર્ય સુખસ્થાનમાં શનિયુક્ત હોઈ પ્રગતિના સરળ માર્ગમાં અવરોધ ઓળંગવાનું સૂચન કરે છે. જન્મકુંડલીના ચાર ત્રિકોણો-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેમાં આ કુંડલીમાં મોક્ષ વિકેણ કે જે ચતુર્થ, અષ્ટમ અને દ્વાદશમ દર્શાવે છે, તે બળવાન બન્યા હોઈ અર્થ અને કામ ત્રિકોણ નબળા બન્યા છે. મેક્ષ ત્રિકેણુ બળવાન બનતાં તે માર્ગે પ્રયાણ કરવા, તે માટેનાં સાધનો આવશ્યક હોય છે. ભેગન ત્યાગ અને ત્યાગને સ્વીકાર, એ માટેનાં મુખ્ય સાધન બની રહે છે. આ કુંડલીમાં ચતુર્થ સ્થાનમાં ચાર ગ્રહો શનિ સહિત હોવાથી પ્રવજ્યાગ બને છે, કે જે યોગને કારણે તેઓ સંસારત્યાગ કરી સમર્થ ગુરુદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યાગમાગના પંથે આગળ વધ્યા. અહીં આ ત્યાગમાં રાજયોગ પણ થતો હોઈ સાધુ સમુદાયમાં પણ તેઓ નેતાગીરી પ્રાપ્ત કરી પોતાની વિદ્યાથી યશ-કીતિ પામ્યા. વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy