SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૩૭૭] વિ. સં. ૨૦૨૩માં જેઠ સુદ પના દિવસે મારાં ગુરુબહેનની દીક્ષા અને વડીદિક્ષાને પ્રસંગ પૂજ્યશ્રીના વરદ હસ્તે થયેલ. શાસનપ્રભાવનાના આવા પ્રસંગે પ્રાપ્ત થતાં આપણાં શાસનપ્રભાવકને હૈયે આનંદને અવધિ ઊછળી ઊઠતો, પાટ પરથી ઊતરીને તેઓ અવારનવાર અભિનવસંયમીને વાસક્ષેપ કરતાં–જાણે પોતાનું સ્વજન ન હોય ! કે આત્મીયભાવ ! એ વખતે મારે લઘુવૃત્તિનો અભ્યાસ ચાલતો હતો. તેમાં કેમે કરી જોઈએ તેવી ગતિ થતી ન હતી. ભાણું પણ મનમાં અનેક મથામણ રહ્યા કરે કરવું શું ? એવામાં પૂજ્યશ્રીએ ૧૦ અધ્યાયપૂર્ણ “લઘુવૃત્તિ” મને ભણવા આપી. અને પછી તો આચાર્યશ્રીના પ્રભાવે મારી પ્રગતિ સરળ બની ગઈ. મહાપુરુષોને પ્રભાવ અચિત્વ હોય છે, તે આ વખતે પ્રત્યક્ષ અનુભવ્યું. વિ. સ. ૨૦૩૧માં વીર-નિર્વાણ ૨૫૦૦ વર્ષની ઉજવણી મહોત્સવ સર્વ ગચ્છોના સમવયપૂર્વકન અમદાવાદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાયેલ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવને ખમવા, વિદ્વાન હોવા છતાં ગર્વ રહિત પ્રવર્તાના અને અપૂર્વ બુદ્ધિમત્તા છતાં મૌન રહી, મૌનમાં જ વિધિઓને પ્રતિકાર અને પરાભવ કરવાની આવડત અને પ્રભાવ પૂજ્યશ્રીને અસાધારણ હતું. તે વખતે દિવાળીને દિવસે નીકળેલ વીરનિર્વાણુકલ્યાણકના વરઘોડામાં પાંજરાપોળથી માંડીને આખા શહેરના વિસ્તારમાં ફરવા સાથે યાવત બહારની વાડી સુધી તેઓ પધાર્યા હતા. આવી રીતે તબિયતને વિચાર કર્યા વિના શાસનઉન્નતિના કાર્યમાં તેઓ ઝુકાવતા. જ્યારે જ્યારે સંઘનો કોઈ પ્રશ્ન ગૂંચવાતો ત્યારે સૂરીશ્વરજી પોતાના ક્ષેયોપશમથી એવો ઉકેલ રજુ કરતા કે સાંભળનારા ચકિત થઈ જતા. શાસનસમ્રાટ સાથે રહીને તેઓશ્રીના પ્રત્યેક જીવનમંત્રોને સૂરીશ્વરે આજીવન અપનાવ્યા હતા, અને તે અનુસાર, એક પણ આદશને લેપ્યા વિના, છેલ્લા શ્વાસ સુધી અપૂર્વ શાસનપ્રભાવના કરી હતી. શાસનસમ્રાટનાં અધૂરાં રહેલાં કાર્યોને પૂજ્યશ્રીએ સ્વ. ગુરુ દેવ આચાર્ય શ્રી વિજયોદયસૂરિ મ. સા.ની સહાયતાથી અને સ્વશક્તિથી પરિપૂર્ણ કર્યા હતાં. કદંબગિરી, ડેમ, મહુવા વગેરે તીર્થોને જીવનના છેલ્લા શ્વાસ સુધી સુરક્ષિત અને સુવ્યવસ્થિત કર્યા હતાં. આટલું સામર્થ્ય છતાં સ્વ-કીતિ કે પ્રશંસાની મહત્ત્વાકાંક્ષા તો એમને જરાય ન હતી; જે કંઈ કર્યું તે ગુરુજનોની કૃપાથી અને ગુરુજનોનાં નામે. આ કાળમાં આવા મહાપુરુષ વિરલ હોય છે. વિ. સં. ૨૦૨૮માં પૂજ્યશ્રીએ શત્રુંજય વિહારમાં ખૂબ ઠાઠમાઠપૂર્વક અંજનશલાકા મહોત્સવ કરાવેલ અને ત્યાર પછી કરાવેલ ડેમનો અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy