________________
[૩૭૬]
આવિ.નંદનસૂરિસ્મારકગ્રંથ મંગલિક અને વ્યાખ્યાનથી સૌને તપનું માહાસ્ય સમજાવ્યું હતું અને અમને પાંચેયને સ્વનિશ્રામાં પારણું કરાવેલ.
વિ. સં. ર૦રરમાં પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા. અમે કરછ બાજુથી વિહાર કરીને આવ્યાં હતાં. અંચલગચ્છના પૂ. સા. વિદ્યપ્રભાશ્રીજી. મ. પણ અમારી સાથે આવ્યાં હતાં. તેઓશ્રી પણ સૂરીશ્વરનાં દર્શનથી ખૂબ પ્રભાવિત થયાં અને કહેતાં કે– પૂજ્યશ્રીની ચર્યા અને સ્વભાવ કેવો નિખાલસ અને વાત્સલ્યભર્યો છે...” પૂજ્યશ્રી સ્વગછ કે પરગર છ-સર્વ સાથે એવા જ આત્મીયભાવે વાત કરતા–પછી તે સાધુ હોય, સાધ્વી હોય કે ગૃહસ્થ હોય ! તેના મનની ગૂંચવણ ધ્યાનથી સાંભળી તેઓ અનોખું માર્ગદર્શન આપતા. એકવાર સમાગમમાં આવનારને પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભાનું એવું તે ચુંબકીય આકર્ષણ થતું કે એ આમા પ્રસંગ મળતાં સૂરિપુંગવનાં દર્શન કરવાનું ક્યારેય ન ચૂકે.
વિ. સં. ૨૦૨૩માં અમદાવાદ પાઠશાળાએ ભણવા જવાનું રહેતું એટલે સમુદાય સાથે નિયમિત વંદન કરવા જવાનું અશક્ય થઈ જતું; રજાના દિવસે જઈ શકાતું. એક દિવસ પૂજ્યશ્રીએ પૂછ્યું : “તું અહીં જ છે?” તરત જ વંદન કરવા નહીં આવવાની મારી ક્ષતિ મને સમજાઈ ગઈ અને મેં મારી ક્ષતિનું કારણ જણાવ્યું. આટલા શબ્દોએ મને નિયમિત વંદન કરવા આવવાની પ્રેરણા સાથે નિશ્ચય કરાવ્યો.
વંદન કરવા જતાં એક દિવસ પૂછયું : “તું શું ભણે છે?” મારા વિષયો અને મારી પ્રગતિ-પ્રવૃત્તિ મેં નિવેદન કર્યા; એટલે નોટ લાવવાનું પૂજ્યશ્રીએ ફરમાવ્યું. બીજે દિવસે હું “કમપયડી” અને “મુક્તાવલી ની નોટો લઈને ગઈ. તેઓશ્રીએ વાંચી અને તેના પૃષ્ઠ પર પ્રસન્નતાથી આઠ-દસ પંક્તિમાં શુભાશિષ લખી; સાથે અભ્યાસ અંગે અમુક સૂચન પણ કર્યા.
શાસનનાં અનેક કાર્યોમાં રોકાયેલ મહાપુરુષને અન્ય પ્રવૃત્ત તરફ ડોકિયું કરવાને જરાય અવકાશ પણ ન હોય, તે પણ તેઓ આટલી ઝીણવટથી જ્ઞાનાભ્યાસની પૂછપરછ કરતા અને ધ્યાન આપતા એ જ એમના સ્વભાવની નિખાલસતા અને મમતા ભાવનું દર્શન કરાવે છે. પૂજ્યશ્રીના મહામૂલા, દુર્લભ એવા હસ્તાક્ષરેથી અંકિત એ નોટ જોતાં આજે પણ શેકમિશ્રિત હર્ષ અનુભવું છું.
પૂજ્યશ્રીનું કાયિક સ્વાથ્ય તે ઘણા વખતથી એવું જ રહેતું. ગ્યાસની ટ્રબલ તે તેઓશ્રીને અવારનવાર રહેતી. તેપણ શાસનનાં કાર્યોમાં અવિરત લાગેલાં રહેતા. અરે ! મુહૂર્ત જેવડાવવા માટે તે દૂરદૂરથી ભાવુકે આવી આવીને વલયાકારે વીંટળાયેલા જ હોય, છતાં આરામ કર્યા વિના સૌને ત્વરિત અને શાંતિપૂર્વક જવાબ આપતા અને આનંદિત કરી સંતોષતા. આ એમની વિશિષ્ટતા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org