________________
[૩૭૮]
આ વિનંદનસૂરિ સ્મારકથ તે પણ એવા જ સુવ્યવસ્થિત વિધિ-વિધાન અને સુંદર વ્યવસ્થા સાથે ! “જંગલમાં મંગલ” જેવું ડેમનું મહાન તીર્થ તેઓએ અથાગ પરિશ્રમ વેઠી તૈયાર કરાવ્યું હતું. આવા તે અનેક સ્થળે તીર્થોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા, પૂજન, ઉજમણાં, ઉદ્યાપનાદિ અનુષ્ઠાને વિધિપૂર્વક કરાવ્યાં હતાં. પૂજ્યશ્રી દ્વારા થતી ક્રિયાઓ અને એ માટે એમને ઉત્સાહ જોઈ જૈનેતરે પણ મંત્રમુગ્ધ બનતા અને જૈન શાસનથી પ્રભાવિત બનતા.
શાસનસમ્રાટના આશીર્વાદ કહો કે વારસો ગણો, એમનો સમુદાય વિધિ-વિધાનની શુદ્ધતા અને વ્યવસ્થિતતા માટે ખૂબ પ્રસિદ્ધ છે.
સર્વ શુભ અનુષ્ઠાનનાં મુહૂર્ત માટે તેઓશ્રી અનન્ય ગણાતા હતા. કહેવાય છે કે, પૂજ્યશ્રીએ ૨૨,૦૦૦ મંગળ મુહૂર્તોના વિતરણથી ભારતભરના સંઘોમાં જયજયકાર પ્રવર્તાવેલ છે.
વિ. સં. ૨૦૩૧નાં પિષ, વદ, ૧૧ના દિને મારા પપ૧ આયંબિંલનાં પૂર્ણાહુતિ-પારણા નિમિત્તે, સંસારી સ્વજનોના આગ્રહથી, અમારે મહુવા (સૌરાષ્ટ્ર) તરફ જવાનું થયું. સૂરીશ્વરનો મંગલમય વાસક્ષેપ અંગીકાર કરી વિહાર કરીને દશાપોરવાડ સોસાયટીમાં ગયા. બીજે દિવસે સંદેશે આવ્યું કે, “તમને સૌને શહેરમાં બોલાવ્યાં છે. આચાર્ય શ્રીની તબિયત ગંભીર છે; અને પૂજ્યશ્રીનાં કહેવાથી જ તમને બતાવ્યાં છે.” તરત જ અમારાં પૂજ્ય ગુરુણીજી મહારાજ સાથે અમે સૌ પાછાં આવ્યાં; પાંજરાપોળ વંદનાર્થે ગયાં. પૂજ્યશ્રીની આંખે તે બંધ હતી. ઘણી અસ્વસ્થતા હતી. આટલી અસ્વસ્થતામાં પણ એમણે અમારી જે સંભાળ અને સ્મૃતિ કરી તેથી અમે ધન્યતા અનુભવી. બે દિવસ બાદ કંઈક સ્વસ્થતા થઈ. શ્રીસંઘના ભાગ્યોદયે ન્યુમોનિયાના હુમલામાંથી વળતા ભાવ થયાં. હજુ પણ ડૉ. ની સલાહ મુજબ તેઓ સંપૂર્ણ આરામ કરતા અને જરૂર પૂરતું જ બેલતા; સામે ઉભેલા અમારા ગુરુદેવશ્રીને જોયાં અને વાણીને પ્રકાશ પાથર્યોઃ “સૂર્યા ! મેં તમને પાછા બોલાવ્યાં હતાં. હવે મને સારું છે.” પૂ. ગુરુદેવશ્રીએ તરત પ્રત્યુત્તર આપ્યો : “સારું થયું. આપશ્રીની કૃપા કે અમે આવી પહોંચ્યાં.” તબિયત સુધારા પર આવતાં બીજું મુહૂર્ત કાઢી આપ્યું અને અમને વિહારની અનુજ્ઞા આપી. અમે પણ વંદન-વાસક્ષેપ મંગલિક શ્રવણ કરી વિહાર કર્યો. ત્યારે પૂ. આચાર્ય મહારાજશ્રીનાં “આ અંતિમ દર્શન છે” એવી સ્વપ્નેય કલ્પના ન હતી.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વિનતિને સ્વીકાર કરી આચાર્યશ્રી ગિરિરાજ પર દાદાની ટ્રકમાં થનારી, પ૦૪ જિનબિંબની પ્રતિષ્ઠા કાજે અમદાવાદથી પાલીતાણુ પધારી રહ્યા હતા. સાડાચારસો વર્ષે ઊજવાતે આ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવવાના ભવ્ય સ્વપ્ના સેવતા પાલીતાણાનાં નગરજને અને શ્રીસંઘ અભૂતપૂર્વ તૈયારી કરતાં હર્યાન્વિત જણાતાં હતાં. દુષમકાળે ઉદ્ધાર સમી પ્રતિષ્ઠા કરાવવાનું સૌભાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org