SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭૦] આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ ચાલ્યા ગયા. તેમના જીવનમાં ઈચ્છા, આસક્તિ કે આશા-તૃષ્ણા-પૃહાની પામરતા કે લેષણાની લાલચ ન હતી, સ્વાર્થની ગંધ ન હતી. તેઓશ્રી ચંદ્ર જેવા નિર્મળ, હંસ જેવા ઉજજવલ, વૃષભ જેવા બળવાન ને ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત હતા. તેમનું નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન હતું. વદન કમળ સદા માટે પ્રસન્ન હતું. ખરેખર, પૂજ્યશ્રી જૈન સંઘને એક સમર્થ સુકાની, પાલક પિતા અને હૃદયના સ્વામી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરી સ્વર્ગના માર્ગે પ્રયાણ કરી કૃતાર્થ બની ગયા. અંતમાં, પૂજ્ય સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના પુણ્યાત્માને ભાવપૂર્વક ભૂરિસૂરિ વંદના સાથે પ્રાર્થના કરીએ છીએ કે, શ્રીસંઘમાં એ મહાન પુરુષના પગલે ચાલવાની શક્તિ ને સદ્દબુદ્ધિ પ્રગટે. ખરેખર, હૃદય મૂક રુદન કરીને પોકારે છે કે તેઓશ્રી તે– શૂન્યમાંથી સૃષ્ટિ સજી પરમ તેજને પામી ગયા; જન્મ એ ધારણ કરી જીવનને દીપાવી ગયા. ધર્મ શું? પ્રેમભાવ શું? સૌને એ સમજાવી ગયા; અરે પ્રભુ, તુજને ગમ્યા, ભલે લઈ લીધા. પરંતુ અમને સૌને રડાવી ચાલ્યા ગયા ! શાસનરત્ન સૂરિજીને અંજલિ લેખિકા-શ્રી “પ્રિયક૫ ? શાસનસમ્રાટના લાડકવાયા સ્વ. પૂ. પા. આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ હતા, એટલું જ નહિ, શાસનનાં મહામૂલા રત્ન હતાં. વર્તમાનકાલીન શ્રીસંઘના આધારસ્થંભ હતા. સને ૧૮૯૮માં બાટાદનગરમાં માતા જમનાબહેને, પૂર્વ દિશાના સૂર્યની જેમ, આ પુત્રરત્નને જન્મ આપ્યું. પિતા હેમચંદભાઈને કુલદીપક એવા તે બાળકનું ફેઈએ “નરોત્તમ” એવું ગુણગ્રાહી નામ પાડ્યું–જાણે ભાવિમાં પુરુષમાં ઉત્તમ થવાને ન હોય! અને બન્યું પણ એવું જ. નરોત્તમભાઈ શૈશવકાળથી એવા સુસંસ્કાર પામ્યા કે તેમના જીવનમાં આત્મિક ભાવનું કલ્પવૃક્ષ ઊગી નીકળ્યું. રત્નને તે ઝવેરી જ પારખે અને મૂલવે. આ તેજરત્નને પારખનાર શાસનસમ્રાટ કંઈ જેવા તેવા ન હતા. જગતમાંથી રત્નો વીણી વીણીને એમણે શાસનને સમર્પિત કર્યા હતાં. ત્યાગ-તપ-સંયમ અને જ્ઞાનના નિધાન પૂ. પા. આ. વિજયસૂરિ જેવા ઝવેરીએ એમનું મૂલ્ય કર્યું અને મુનિ નંદનવિજયજી તરીકે એમના શિષ્ય જાહેર કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy