________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૬] અમદષ્ટિ જાણે મંગલમય માર્ગ ચીંધતી રહે છે. તેઓશ્રી પાર્થિવ દેહે અત્યારે વિદ્યમાન નથી, છતાં તેઓશ્રી અનેક પાવનકારી મહાન ગુણેથી જીવંત છે. સમયના સતત વહેતા પ્રવાહમાં અનેક પ્રિયજને દૂર દૂર વહી જઈને અદશ્ય થાય છે, પરંતુ ચિત્તફલક ઉપર અંકાયેલી તેમની મૂતિ લોપાતી નથી. ગુરુવર્યના જવાથી અનેકોએ મહામૂલી મૂડી ગુમાવી હોય અને વડીલની છત્રછાયા સરી ગઈ હોય તેવી પ્રતીતિ થાય છે, કિંતુ તેમનો વિકશીલ સ્વભાવ, હળવી રમૂજભરી વાતચીતની છટા અને રાહુ કોઈને આંજી શકે તેવો બુદ્ધિવૈભવ આજે પણ માર્ગદર્શક ભોમિયાની ગરજ સારે છે. તેઓશ્રીનાં સંભારણાં આ સંસારરણમાં મીઠી વીરડીની જેમ સાંવન અને શાંતિ આપે છે.
અપ્રતિમ જીવનકલાધર, કગી અને ભાવનાઓના મહાન શિલ્પી પરમ પૂજ્ય ગુરુ ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને કેટી કોટી વંદન.
પ્રતિષ્ઠાનું પ્રસ્થાન કે અનંતની મંજિલ? લેખિકા-પ. પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મહુવાવાળા વર્ષા સમયે કાળાં ઘનઘોર વાદળો અને વીજળીની ચમકદમકથી આકાશ આપી ઊઠે, મેરલા મધુર ટહુકાર કરવા લાગે, વર્ષાની બુંદ રિમઝિમ રિમઝિમ વરસવા લાગે ને લોકે આનંદથી નાચી ઊઠે, તેમ અનંત સિદ્ધોના પવિત્ર ધામમાં પ્રતિષ્ઠા થવાનાં વાજાં વાગવા માંડ્યાં. પ્રતિષ્ઠા પણ શિલ્પશાસ્ત્રી, મહાન તિર્ધર, ધર્મશાસ્ત્રજ્ઞ એવા પરમપૂજ્ય શાસનસમ્રાટના પટ્ટપ્રભાવક પૂજ્યપાદ શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થશે એ સમાચાર સાંભળતાં સૌનાં હૈયાં આનંદના હિલોળે ચઢયાં. જેઓએ પોતાના લેહીનું ટીપેટીપું શાસન કાજે છાવર કર્યું હતું, જીવનના ધબકારે ધબકારે વીતરાગની આજ્ઞા ઘૂંટી હતી ને જીવનની પળેપળ શાસનસેવાની ભાવનાથી ઓતપ્રેત બનાવી હતી, એવા પૂ. આચાર્ય દેવશ્રીએ શરીરની અસ્વસ્થતા છતાં પ્રતિષ્ઠા માટે હા પાડી. અને અમદાવાદથી પાલીતાણા તરફ મંગલ પ્રસ્થાન પણ કર્યું. પણ વચમાં માગસર વદી ૧૪ના રોજ સાંજના, તગડી મુકામે, પૂજ્યશ્રી શ્રી સંઘને શોકગ્રસ્ત બનાવી સદાને માટે વિદાય થઈ ગયા–એમની સિદ્ધગિરિ તરફની યાત્રા જીવનની મહાયાત્રા (સમાપ્તિ) રૂપ બની ગઈ! નીકળ્યા હતા પ્રતિષ્ઠાના મંગલ પ્રસ્થાન માટે ને ઊપડી ગયા અનંતની મંજિલે ! પૂ. શાસનસમ્રાટને સમુદાય નિરાધાર બની ગયે.
જેમના હૈયામાં શાસન માટે તરવરાટ હતો, અપૂર્વ તમન્ના હતી, સર્વના કલ્યાણની ભાવના હતી, જ્ઞાનની વિશાળતા હતી એવા પૂજ્ય ગુરુદેવ સંયમની સુવાસ ફેલાવી
૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org