________________
[૩૬૮].
આવિનંદનસૂરિ સ્મારકગ્રંથ કેઈ નિર્ભય, અનુભવી અને દઢનિશ્ચયી વ્યક્તિના સાથ અને સહકારની જરૂર રહે છે. એવા સમયે કોઈ ધીર, વીર, ગંભીર, જ્ઞાની, ધર્મના જ્ઞાતા, પરમ ઉપકારીને મેળાપ થાય ત્યારે એને સાચા માર્ગદર્શક સાંપડે છે, એની મૂંઝવણ દૂર થઈ જાય છે અને અસ્વસ્થ મનને શાંતી મળી રહે છે. આવી વ્યક્તિ પુણ્યોદયે પ્રાપ્ત થાય છે.
સત્સંગનો મહિમા અનેરો છે. સત્સંગથી માનવી દુઃખ, કે જે મનની એક સ્થિતિ છે, તેને વિસારે પાડીને અનન્ય ભક્તિમાર્ગે વળે છે. સંસારમાં રહીને પણ વિરક્ત અને વિશુદ્ધ ભાવે આત્માના રંગે રંગાઈને આગળ વધે છે.
દેવ-ગુરુ-ધર્મને પિછાણનારાઓ અનુભવે છે કે, મહાન ગુરુ પ્રત્યેની શ્રદ્ધા-ભકિત માનવીને સંકટ સમયના રક્ષણની ગરજ સારે છે. દૂર હોવા છતાં પણ ગુરુનું નામસ્મરણ અનેરી શાંતિ અર્પે છે, વિચાર, વર્તન અને વાણીમાં અજબ પરિવર્તન આણે છે. જે વાત માનવી માટે કહી શકાય એ જ સંઘ અને સમાજ માટે પણ શક્ય છે. દૂરદશી અને ચારિત્ર્યશીલ સદગુરુ સંઘ અને સમાજને દોરવણી આપે છે, આવતાં એંધાણને પારખે છે અને મુસીબતમાંથી માર્ગ કાઢે છે. એમની આંતરકુરણા છૂપા આશીર્વાદ “Blessings in disguise” જેવી હોય છે. મહાન સંતના મનમાં એ જ ભાવના હોય છે કે
સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરે;
સર્વત્ર દિવ્યતા વ્યાપ, સર્વે કલ્યાણ મેળવો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ પોતાની કાર્ય કુશળતા, તેજસ્વિતા, અવર્ણનીય દઢ શક્તિ, અનન્ય સભાવ અને સરળતાથી સંતશિરોમણિ સંધનાયક બન્યા અને પથપ્રદર્શક બન્યા હતા. તેઓ હતા ત્યાં સુધી સહુ નિર્ભય હતા. શિરછત્ર સલામત હોય અને બાળક બેફિકરાઈથી હરીફરી શકે તેવી સંઘ અને સમાજની સ્થિતિ હતી. શત્રુંજયગિરિ ઉપર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પાલીતાણું તરફ વિહાર કરતાં, સંવત ૨૦૩રના માગસર વદ ૧૪ના દિવસે, તગડી મુકામે સહુ સાધુસમુદાય અને ભક્તોને છેડી એ વિરલ વિભૂતિ દૂર વહી ગઈ! વાત્સલ્યના અવિરત પ્રવાહનું એક ઝરણું લુપ્ત થઈ ગયું ! મહાન જ્યોતિર્ધરની શાસનને ન પુરાય એવી મોટી ખોટ પડી. મુહૂર્ત, શિલ્પ અને વિધિ-વિધાનોની બાબતમાં દરેક સંપ્રદાયના મહાનુભાવો તેઓશ્રીને પૂછતા હતા, તે સવેને તેમ જ નાના-મોટા સહુને તેઓશ્રીની ગેરહાજરી સાલશે.
શ્રી નંદનસૂરિજી કુંદન સમું કામ કરતા હતા અને અનેક કપરી કસોટીમાંથી કુંદનની માફક અણીશુદ્ધ પાર ઊતરતા હતા.
આ આચાર્ય મહારાજ એમનાં અગણિત સત્કાર્યોથી આજે પણ વિખ્યાત છે. તેઓશ્રીનું હસતું મુખડું આજે પણ નજર સમક્ષ તરવરે છે. તેઓશ્રીની કરુણામય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org