________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩૭] આજ્ઞા છે.” આ પછી પાલીતાણામાં શેઠ મોતીશાની ધર્મશાળામાં તથા ચાર-પાંચ સ્થાને માં જાહેર વ્યાખ્યાનો થયાં હતાં.
આ પ્રસંગ ઉપરથી પૂ. આચાર્ય મહારાજ સમયના કેવા પારખુ હતા તે અમને પ્રત્યક્ષ અનુભવવા મળ્યું. તેઓની સમયજ્ઞતાની તથા ઉદારતાની ઊંડી છાપ અમારા મન ઉપર પડી છે. આ વાત સને ૧૯૬૪ની છે; અને એ વર્ષે અમે રર વર્ષ પછી ગિરિરાજની યાત્રાએ ગયાં હતાં.
જેઓશ્રી સમયના આવા જાણકાર અને ઉદાર હતા અને જેમણે જૈન શાસનની અનેક વર્ષો સુધી ઘણી સેવા કરી હતી, એવા મહાન આત્માની ખોટ પુરાવી મુશ્કેલ છે.
એ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રીના ચરણોમાં અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે એમને અમે સવિનય, સબહુમાન અનેકાનેક વંદના કરીએ છીએ.
ગુરુસ્તુતિ રચયિતા–શ્રી જયંતીલાલ મેહનલાલ ઝવેરી, અમદાવાદ રે, કાળ તારી ગતિ ન્યારી, નંદન ગુરુ ચાલ્યા ગયા; યોગસાધક બની આત્મા, જગમાં અમર બની ગયા. (૧) આત્મા ને ચાલી છતાં, ઉત્તમ સુવાસ મૂકી ગયા; ભક્તિભાવે સ્મરી સૂરિને, સૌ શકાતુર થઈ ગયા. (૨) નિર્મળ હૃદયના સ્વામી તેઓ, નયને અશ્રુ વહાવી ગયા; શાસનના શિરછત્ર ગુરુજી, પળમાં ઘાયલ કરી ગયા. (૩) સિદ્ધગિરિનું સ્મરણ કરતાં, તગડીમાં કાળ કરી ગયા; તીર્થોના ઉદ્ધાર કરીને, નિજ આત્માને તારી ગયા. (૪) * શાસનસમ્રાટ નેમિસૂરિ, ઉદયસૂરિ પણ ચાલ્યા ગયા; નંદનસૂરિજી પણ એ જ માર્ગો, કલ્યાણ સાધી ગયા. (૫)
પાવકપથપ્રદર્શક લેખક–શ્રી નટવરલાલ એસ. શાહ, મુંબઈ માનવીના મનમાં જ્યારે વિચારના વંટોળ જાગે, એનું અંતર જ્યારે અકથ્ય મૂંઝવણ અનુભવે અને જ્યારે ચિત્ત ચંચળ બનીને વિચાર-વંટોળમાં અટવાઈ જાય, ત્યારે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org