________________
પ્રશસ્તિ : લેખ તથા કાવ્ય
(૩૭૧] ત્યારે પૂજ્યશ્રીની ઉંમર ૧૬ વર્ષની. ટૂંક સમયમાં તે તીવ્ર પશમથી ન્યાય, વ્યાકરણ તેમ જ સિદ્ધાંતોને તલસ્પર્શી અભ્યાસ કર્યો અને ગ્ય જણાતાં ૧૩ વર્ષનાં સંયમીને સૂરિસમ્રાટે આચાર્યપદથી વિભૂષિત કર્યા.
ન તે પુષ્પની સુગંધ, ન ચંદનની સુગંધ કે ન ગુલાબ કે ચમેલીની સુગંધ પવનની વિરુદ્ધ દિશામાં જાય છે. પરંતુ પુરુષની સુગંધ વિરુદ્ધ દિશામાં પણ જઈ શકે છે. અર્થાત્ તેઓ સર્વ દિશામાં પોતાની સૌરભ ફેલાવે છે.
સુરિદેવે શાસનસમ્રાટના પૂર્ણ કૃપાપાત્ર બની, તેમની નિશ્રામાં અને સ્વશક્તિથી, અંજનશલાકા, તીર્થોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, ઉજમણાદિ અનેક શાસનકા ભગીરથ પ્રયાસે કરાવી, અપૂર્વ શાસનસેવા આપી છે, એથી જ તેઓ જગપ્રસિદ્ધ થયા છે.
રીતભાત તે પૂજ્યશ્રીની એવી હતી કે પોતાની પાસે આવનારને પ્રસન્નતાથી બેલાવે; ધ્યાનપૂર્વક તેની વાત સાંભળીને ઉચિત માર્ગદર્શન આપે. તેઓ આબાલવૃદ્ધ સૌના પ્રીતિપાત્ર હતા; સૌને આત્મીય ભાવે જેનાર હતા; એથી જ વાત્સલ્યવારિધિ કહેવાયા.
જીવનનાં છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તેઓ શાસનસમ્રાટનાં સ્વપ્નને સાકાર બનાવવામાં અને શાસનસેવામાં નિમગ્ન રહ્યા હતા.
નેમિસૂરીશ્વરજી મ. સા. ના લાડકવાયા સૂરિદેવે માગસર વદ ૨ ને શનિવારે, અમદાવાદથી પાલીતાણા તરફ, ૪૫૦ વર્ષે ગિરિરાજ પર, દાદાની ટ્રકમાં થનાર, પ૦૪ જિનબિંબને ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પિતાના વરદ હસ્તે કરાવવાની શુભ ભાવના સાથે ઉલ્લાસપૂર્વક વિહાર કર્યો.
અંજળ અને ભવિતવ્યતાએ જુદું જ વિચાર્યું હતું. જે મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો તે પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કરે જ કેશુ? કમની વિશ્વવ્યાપી સત્તા નીચે દબાયેલા જીવોની ધારણાઓ અધૂરી રહી જાય છે. પૂજ્યશ્રીનું પણ એમ જ થયું, અને તેઓ સાવ અણધાર્યા સ્વગે–પરલોક સિધાવી ગયા!
જન્મવું, જીવવું અને મરવું એ તે બાજીગરના ખેલ જેવી સર્વસામાન્ય ઘટના છે. તો પણ તે માનવ સંસારને માટે મહાપુરુષ બની જાય છે, જે પોતાના ઉદાત્ત ગુણો અને આચરણથી આદર્શરૂપ બની જીવનનું લક્ષ્ય સમજાવી દે છે.
લિપ્સાથી મુક્ત એ મહાપુરુષે “લીધેલા કાર્યને આત્મભોગે પણ પાર પામવું,” એ સિદ્ધાંતને સ્વજીવનમાં અપનાવ્યું હતું. ઉત્સાહભેર ગિરિરાજ તરફ પધારતાં પૂજ્યશ્રીને ધંધુકાથી તગડી આવતાં હાર્ટના હુમલાએ ઘેરી લીધા અને ત્યાં જ માગસર વદ ૧૪ના કારમા દિને તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ! સંઘના કૌશલ્યાધાર સૂરીશ્વરના વિગે સમગ્ર જનતામાં ઘેરે શેક વ્યાપી ગયો ! અને છતાં અમારા સુરીશ્વરજી આજેય અમર છે, અને અમર રહેશે !
અમારાં કોટી કોટી વંદન છે એ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org