________________
પ્રશાંત : લેખે તથા કા.
[૩૧] ક્યારે જવાનું છે?” બધી જ ખબર રાખે. અન્ય સમુદાયનાં શ્રમણીઓ પ્રત્યે પણ એટલે જ વાત્સલ્યભાવ. થોડા જ સમય પહેલાંને એક પ્રસંગ. પૂ. વલભસૂરિ મ.ના સમુદાયનાં નાની ઉંમરનાં બે સાધ્વીજી મ. વિહાર કરીને અમદાવાદ આવ્યાં હતાં. તેમનાં ગુરુજી કાળધર્મ પામ્યાં હતાં. તેમને દૂર જવાનું હતું. તેમનાં બીજાં વડીલની પાસે જતાં અમદાવાદ આવ્યાં હતાં. અમે પાંજરાપોળે પૂજ્યશ્રીના વંદનાથે જતાં હતાં. મને પાંજરાપિોળની બહાર મળ્યાં, પૂછયું કે, “પૂ. આ. ભ. શ્રી નન્દનસૂરિ મ. રહે છે તે ઉપાશ્રય ક્યાં છે?” મેં કહ્યું, “ચાલે બતાવું, પણ તમારે ઊતરવાનું સ્થાન વાઘણપોળમાં શેઠ ઉપાશ્રય છે.” તે કહે, “ભલે, પણ અમારે તે પહેલાં આચાર્ય મ. પાસે જવું છે.” મારી સાથે તે બંને સાધ્વીજી મ. પાંજરાપોળ ઉપાશ્રયે આવ્યાં. પૂજ્ય ગુરુદેવે વિહારની વિગત તથા સુખશાતા પૂછી. પછી સમીયાજીને કહ્યું, “ભાઈ, આ સાધ્વીજી મ.ને શેઠના ઉપાશ્રયે મૂકી આવ; ત્યાં તેમના વડીલ સાધ્વીજી મ. ને બરાબર સોંપજે.” સાધ્વીજી વયમાં બાળ હતાં, મારા ખ્યાલ પ્રમાણે એકની વયે તેર વર્ષની અને એકની પંદર વર્ષની હશે. તે કહે કે, “બાપજી! અમને અહીં આપની નજીકના ઉપાશ્રયમાં સ્થાન મળે તો સારું.” મહારાજજી કહે, “હાલ તમને સમીયાજી તમારે ત્યાં જવાનું છે તે સ્થાને મૂકી જાય, ત્યાં જાવ. હું તમારી બરાબર સંભાળ રાખીશ.” આ પ્રસંગ જોતાં મને લાગ્યું કે, જેણે, પૂ. ગુરુદેશને પ્રાયે જોયા પણ નથી એવાં સાધ્વીજી મ. ને મહારાજજી ઉપર કેટલી શ્રદ્ધા અને કેટલે વિશ્વાસ છે !
આ જ એક બીજો પ્રસંગ. છેલ્લે પાલિતાણ પ્રતિષ્ઠા માટે પૂજયશ્રી જઈ રહ્યા હતા ત્યારે ચાંગોદરમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધ્વીજી, પાંચ ઠાણું વિહાર કરતાં આવેલાં. તેમના માટે પણ ઉચિત ભલામણ શ્રાવકોને કરી. પૂજ્યશ્રીની વાણીમાં અમૃત અને હૈયામાં વાત્સલ્ય હતું. તેઓશ્રીની પાસે આવનાર નાનાં-મોટાં, ગરીબ-શ્રીમન્ત, મૂખ-પંડિત-બધાં જ એકસરખી શાન્તિ અને સંતોષ લઈ જતાં. ,
બુદ્ધિની પ્રતિભા પણ અજબની. પાસે આવનાર વ્યક્તિને પગમાંથી જ પારખી જતાં છતાં ગંભીરતા પણ ગજબની. પ્રથમ વાર જ તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ પણુ મંત્રમુગ્ધ બની જતી. અનેરું આકર્ષણ કરવાની શક્તિ તો તેઓશ્રીની જ ! એ વિશાળ દિલના મહાપુરુષ પાસે તે જાણે ઝેરના ઘૂંટડાને અમૃત બનાવવાની આવડત હતી. વળી સરળતા, નિખાલસતા અને નિરભિમાનતા એ ત્રિવેણી સંગમનું સ્થાન એટલે પૂ. આચાર્ય મ. શ્રી નન્દનસૂરીશ્વરજી મ.
સં. ૨૦૨ના ખંભાતના ચાતુર્માસને એક પ્રસંગ. એ વર્ષનું ચાતુર્માસ ખંભાતમાં ખૂબ જ ધર્મારાધના કરાવવા પૂર્વક આનંદ-ઉત્સાહથી કર્યું, જેના ફળરૂપે ખંભાતમાં શ્રી લાડવાડા સંઘે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપ કરાવવાનો નિર્ણય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org