________________
[૩૫]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ ચાતુર્માસ પૂર્ણ થયે ગુરુદેવ શ્રી ચંદુલાલ વાડીલાલ છગનલાલનાં ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેનને ત્યાં મહત્સવ પ્રસંગે, તેઓની આગ્રહ ભરી વિનંતિથી, અમદાવાદ પધાર્યા. ત્યાં મહોત્સવ વગેરે શાસનપ્રભાવનાનાં કાર્યો કરાવી પૂજ્યશ્રી પાછા ખંભાત પધાર્યા. તેઓશ્રીની પુણ્ય નિશ્રામાં શ્રી ઉપધાન તપની આરાધના ઉત્સાહપૂર્વક નિર્વિદને પૂર્ણ થઈ અને માળારોપણ પ્રસંગ અનેરા ઉલ્લાસથી ઉજવાયો.
ત્યાર પછી પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના ર૫૦૦માં નિર્વાણુ વર્ષની ઉજવણીના કાર્ય માટે વિ. સં. ૨૦૩૦નું ચાતુર્માસ અમદાવાદ કરવાનું હતું. જેઠ સુદ ૬નો વિહારનો દિવસ હતું. કોઈ પણ કારણે પૂજ્યશ્રીના મનમાં ખંભાત ચાતુર્માસ કરવાની ભાવને થઈ. આ વિચાર પોતે કોઈને જણાવ્યું પણ ન હતો. જેઠ સુદ પના પૂ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય મુનિ શ્રી નંદિઘષવિ. મ. ની વડી દીક્ષા પૂજ્યશ્રીના વરદ હસ્તે થઈ. વડી દીક્ષા પૂર્ણ થયા બાદ, સંઘના આગેવાન સેક્રેટરી શ્રી ચીમનલાલ ચેકસી પૂજ્યશ્રીના વિહાર અંગેની જાહેરાત કરવા માટે ઊભા થયા. તેમની ભાવના એવી હતી કે, પૂજ્યશ્રી તે શાસનના કાર્ય માટે અમદાવાદ પધારે છે; આપણે અહીંના ચાતુર્માસમાં ધર્મારાધના કરાવવા માટે બે મુનિ ભગવંતને પૂજ્યશ્રી મૂકીને જાય તેવી વિનંતિ કરવી. ચેકસી ઊભા થયા, પણ તેઓ બોલવાની શરૂઆત કરે તે પહેલાં જ ગુરુદેવ બોલ્યા કે, “ચેકસી ! ક્ષેત્રસ્પર્શનાએ હું અહીં ચોમાસું કરું તે કેમ ? તમારા બધાંની શું ભાવના છે?” આ સાંભળતાં જ શ્રીસંઘ આશ્ચર્યચકિત થઈ ગયે. અને ચીમનભાઈ તો આનંદવિભોર બનીને બેલ્યા કે, “ગુરુદેવ! ધન્ય ભાગ્ય અમારાં અને આપશ્રી અહીં ચોમાસું રહો તે અમારા માટે ખૂબ હર્ષની વાત છે. અમારા શ્રીસંઘની સંપૂર્ણ ભાવના છે કે આપશ્રી અહીં ચાતુર્માસ કરે.”
વ્યાખ્યાનમાં બેઠેલા સમસ્ત સંઘને લાગ્યું કે, આ પૂજ્ય ગુરુદેવેશની કેટલી બધી સરલતા ને નિખાલસતા છે! અભિમાનને તો અંશ પણ નહિ! વિનંતિ કે માનપાનની કઈ જરૂર નહિ. આવા સમર્થ શક્તિશાળી મહાન આચાર્ય મહારાજને તે કેટકેટલી વિનંતિ કરવી પડે! તેના બદલે પૂજ્યશ્રી જેવું મનમાં છે, તેવું સરલ ભાવે, નિખાલસતાથી સંઘ સમક્ષ રજૂ કરે છે. આવા સરલ, સૌમ્ય, વાત્સલ્યમૂતિ ગુરુ દેવ તે આ કાળમાં વિરલ જ જોવા મળે. આજે પણ ચીમનભાઈ ચોકસી આ પ્રસંગને યાદ કરી અશ્રુભરી આંખે કહે છે, “આ પ્રસંગ મારી સ્મૃતિમાં જડાઈ ગયે છે.” - ભવિતવ્યતાના યોગે વિ. સં. ૨૦૩૦નું ચાતુર્માસ અનિવાર્ય કારણે અમદાવાદમાં થયું. શેઠશ્રી કસ્તૂરભાઈને સંદેશ લઈ ફૂલચંદભાઈ આવ્યા કે, “પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના ૨૫૦૦મા નિર્વાણ વર્ષની ઉજવણી ભારતભરમાં થાય તે ઉત્તમ અને તે કાર્ય માટે આપશ્રી અમદાવાદ પધારે. પૂજ્યશ્રી લાભાલાભને વિચાર કરી, ખંભાતના સંઘની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org