________________
[૩૫૦]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ આપની યાદથી ભીનાં હજુ ચક્ષુ અમારાં છે; અંજલિ નહીં પણ એકાદ-બે અશ્રુ અમારાં છે !
- નંદનવનને પરિમલ લેખિકા–પ. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ પૂજ્યપાદ વિજયનંદનસૂરિજી મહારાજ એક શાસન પ્રભાવક આચાર્ય હોવા છતાં, ગુરુ આજ્ઞા એ એમનો જીવનમંત્ર હતો; અને ગુરુભક્તિમાં જરા પણ ખામી આવવા પામે નહીં એની તેઓ હમેશાં જાગૃતિ રાખતા. સં. ૨૦૦૧માં મેં મારી સેળ વર્ષની વયે જોયેલ એક પ્રસંગ પૂજ્યશ્રીને ગુરુ પ્રત્યેને સમર્પણભાવ કેવો હતો તેનું પ્રેરક દર્શન કરાવે છે.
ત્યારે અમારે અમદાવાદમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના જોગ ચાલતા હતા. એક દિવસ અમે નીચે પાંજરાપોળ ઉપાશ્રયમાં ક્રિયા માટે બેઠાં હતાં. પૂ. શાસનસમ્રાટ શ્રીજીની પાટ બારણું પાસે જ હતી. ત્યાંથી ઉપર પુસ્તક માટે ગયેલા આ નન્દનસૂરિજીને મહારાજજીએ બૂમ મારી : “નન્દન !” આ સાંભળી, બધાં કામ પડતાં મૂકીને, દાદર તે એવી ત્વરાથી ઊતર્યા કે જેનારને લાગે કે જાણે ઉપરથી પડતું મૂકયું કે શું ! મને લાગ્યું, પૂજ્યશ્રી, “નન્દન” શબ્દ સાંભળતાંની સાથે જ કેવી રીતે નીચે આવી ગયા ? આવી તે જેમનામાં ગુરુવચન ઝીલવાની તમન્ના હતી ! કેવો સમર્પણભાવ ! તેવી જ રીતે વિનય-વૈયાવચમાં પણ સદા ખડે પગે તિયાર !
શાસનસમ્રાટશ્રીજીએ કદમ્બગિરિના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. ત્યારે તેઓશ્રી કાયમ મારસુપણું સુધી ગોચરી માટે જતા. કામરેલમાં અધ્યયન માટે શાસનસમ્રાટશ્રીજીએ સ્થિરતા કરી, ત્યારે પણ કામરોલથી તલાજા ગેચરી માટે જતા. તેવી જ રીતે ખંભાતથી દેઢ માઈલ પર સકરપુરામાં જિનમન્દિરને જીર્ણોદ્ધાર ચાલતો ત્યારે પણ સકરપુરાથી કાયમ ખંભાત સુધી ગોચરી આવતા ને જતા. રોજના બે ઘડા પાણી લાવવું ને એક વખત ગોચરી જવું–આ નિયમ તેઓએ વર્ષો સુધી જાળવ્યો હતો. સાથે વીસ સ્થાનકનો તપ પણ ચાલતો હતો. ગચ્છના સુકાની તરીકેની જવાબદારી ઘણું જ ઉદાર હૃદયે ઉઠાવી હતી.
સ્વ સમુદાય, અન્ય સમુદાય કે અન્ય ફિરકાના કોઈ પણ સાધુ મ. કે સાધ્વીજી મ. હોય તે દરેકને સંયમ પયગી ઉપકરણ માટે પૂછે. જેને જે જરૂર હોય તે ઉદાર અને પ્રેમાળ હૃદયે પૂરી પાડતા. પાંજરાપોળ તેઓશ્રીનાં વંદનાર્થે આવતાં સાધ્વીજી મ. સોસાયટીમાંથી આવ્યાં હોય તેમને પૂછે, “ક્યારે નીકળ્યાં ? ક્યાં વાપરવાનું છે ? પાછાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org