________________
[૩૪૬]
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ
જીવનગાથા રચયિતા–શ્રી નટવરલાલ એસ. શાહ, મુંબઈ ભૂમિ ઉજજ્વળ ભારતની પુનિત સંત પ્રતાપે, ધર્મના ધારી ધૂરંધર સહુને ઉન્નત રાહ બતાવે; કર્મ કષાય હરતા ખૂદ આત્મરમણમાં રમતા, ભવસાગરથી પાર કરવા અદ્દભુત ત જગાવે. શીતલ ગુણ જેમાં રહ્યો એવા પ્રભુ શીતલનાથ, સહાય કરે મુજને તમે આપો શક્તિ અમાપ; દેવી સરસ્વતી મુજ પરે દયા કરજે આપ, નંદનવન સમ ગુરુદેવની ગાથા સુણાવું આજ. હું ગાથા સુણાવું આજ.
સુણજે સર્વે હોંસથી ભવ્ય ભાવ ભરપૂર
મહાન સંતની જીવનગાથા, ઝળકાવે છે નૂર. ઝળકાવે છે નર. ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એમાં ધન્ય ગામ બેટાદ, સિતેર વર્ષ અગાઉને વાંચી રહ્યો ઈતિહાસ વણિક કેમમાં નરસિંહ સમા હેમચંદ શામજી શાહ, જમનાબેન ભાર્યા જેની ઉજજવળ ઉભયના રાહ, ઓગણીસેને પંચાવનમાં ચરિત્રનાયકને જન્મ થયો, નરમાં ઉત્તમ એવા નત્તમનો સંસારે સંચાર થયા. સંસારે સંચાર થયે. નામ નત્તમ દીપાવે, માબાપની સેવા કરતાં, સમય વીતાવે, નામ નરોત્તમ દીપાવે; ખંત અને સુસંસ્કારોથી જ્ઞાનપિપાસા છિપાવે, નામ નરોત્તમ દીપાવે; જ્ઞાનગંગાના વારિ પીને અંતરને મલકાવે, નામ નરોત્તમ દીપાવે; ભવ્ય ભાવિના ભણકારે જીવનાત જગાવે, નામ નરોત્તમ દીપાવે. બાલ્ય વયમાં બીજ વવાયું, સમકિતના ફૂટ્યા અંકુરે; વિજયનેમિસૂરીશ્વરજીના સાનિધ્યે ઊમટ ધર્મકુંવારે. ઊમટ્યો ધર્મકુંવારે. ચાર વર્ષની સાધના ફળતાં સિત્તેરમાં દીક્ષા લીધી; નંદનવિજય ઉદયને મળીયા, સકળ સંઘે સમ્મતિ દીધી. સંજમ પંથ નિરાળ, સમજીને ના જે ચાલો (તો); નિષ્ફળતામાં મહાલ (ને), બાદ થઈ જાયે સરવાળો. સંજમ પંથ નિરાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org