________________
પ્રશસ્તિ લેખ તથા કાવ્ય
[૩૭] નંદન જેનું નામ, કામ કુંદન સમ કરતા, ઉગ્ર વિહાર ને શાસ્ત્રનું પઠન અનેરું કરતા; દસ વર્ષના સમયમાં કીધું શાસ્ત્રજ્ઞાન સંપાદન, ગદ્દવહન ધરીને એંસીમાં પદ પંન્યાસને વરતા. કામ કુંદન સમ કરતા. પન્યાસ પદવી પામ્યા પછી ત્રણ વર્ષનો કાળ વહ્યો;
વ્યાસીમાં આચાર્ય પદવી અર્પતા સકળ સંઘ હરખ્યો. પંદર વર્ષની વયે જેમણે સંજમ પદ સ્વીકારીને દીપાવ્યું, સોળ વર્ષની દીક્ષિત વયમાં આચાર્ય પદ જેણે હાવ્યું; નંદનવિજય બન્યા વિજયનંદનસૂરીશ્વર નિરહંકારી, સારા જગને પડે દેખાડી છે ગુરુભક્તિની રૂડી ક્યારી; ગુરુ ભગવંતને સ્મરણ કરીને અંતરમાંહે એનું ધ્યાન ધરે, શુભ કાર્યમાં સરળ ભાવથી દિન-રાત ગુરુનું સ્મરણ કરે.
દિન-રાત ગુરુનું સ્મરણ કરે. નંદનસૂરીશ્વરજીના નામને કોણ ભલા ના પિછાણે ? નાના, મોટા, સકળ સંઘના વંદે છે જેને હરેક ઠેકાણે. જેનું હસતું મુખડું, કૃપાનું ઝરણું ખળખળ વહાવે છે, તપાગચ્છીય શ્રમણ સંઘમાં જે પ્રમુખપદ સેહાવે છે;
જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા અને શિલ્પશાસ્ત્ર વિખ્યાત, જેની કરુણામય અમી દૃષ્ટિ મંગલમય કાર્ય કરાવે છે.
જે ભક્તોના સ્મરણમાં નિત્યે આવે છે. ઉન્નત કાર્યનાં મહાન શુગોની દૂર દૂર ઝળકી રહી છે તિ, રાજનગર સ્થભતીર્થ સહુ ભારતવાસીની અણમેલ હતી એ શક્તિ; કર્મ રાજાની અદભુત કરામત ને પૂર્વ કર્મની અજબ ગતિ, નંદનસૂરીશ્વર પરમ પંથે વિચરે ને મૂંઝાઈ જાયે સહુની મતિ.
મૂંઝાઈ જાયે સહુની મતિ. સિદ્ધક્ષેત્રના પંથે જાતા તગડી ગામે મુકામ કરતા; છોડી ગયા અધવચ સહુને સકળ સંઘમાં શોક વ્યાપે. માગશર વદ ચૌદસનો દિન દેહ છોડે રહી આમલીન; નંદનસૂરીશ્વર અને મૂકી આપે નવલી વાટ જ લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org