SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૩૪] આ મહાત્માનો પ્રશમરસનો જે પ્રવાહ હતો તેમાંથી નિર્ચાજ વાત્સલ્યને ઝરે વહ્યા જ કરતો હતો. વર્ષો તો ચોમાસા પૂરતી જ સીમિત હોય છે, પણ પૂજ્યશ્રીની વાત્સલ્યવર્ષો તે દરેક ઋતુમાં એ જ પ્રવાહ, એ જ ગતિએ વરસ્યા કરતી હતી. છતાં આશ્ચર્ય એ હતું કે આ વાત્સલ્યવર્ષોમાં ભીંજાતા મુનિવરગણ ક્યારેય તૃપ્તિ અનુભવતા ન હતા. પૂજ્યશ્રીએ પ્રેમ આપીને પ્રેમ મેળવ્યો હતો; પ્રેમાળ હદય દ્વારા મુનિવરે ઉપર કામણ કર્યું હતું. વળી એમના દ્વારા મળતી પ્રેરણા પણ કેવી ! આત્મનિધિના નિમીલિત દ્વારને ઉન્મીલિત કરે એવી. આવી પ્રેરણા તેઓ જ્ઞાનપિપાસુ સાધુઓને જ અપતા હતા એમ નહિ, પણ જેણે જ્યારે માગ્યું ત્યારે તેને જ્ઞાનગંગાનું પ્રેરણાનું પાણી પાયું હતું. અનેક મુનિવરોને પિતાના વરદ હસ્તે તૈયાર કર્યા હતા. તિષશાસ્ત્રમાં તેઓશ્રી સર્વમાન્ય વિદ્વાન હતા. કર્મફિલોસોફીના પ્રાથમિક જ્ઞાનથી માંડી કર્મપ્રકૃતિ વગેરે તમામ ઉપલબ્ધ તાંબર પરંપરાના ગ્રંથનું તેઓ અદ્વિતીય જ્ઞાન ધરાવતા હતા. આચારાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન આદિ પિસ્તાલીશે આગમનું જીવતુંજાગતું સ્વરૂપ દર્શાવવામાં તેઓશ્રીનું દીર્ધદશ પણું હતું. શ્રુતિ, સ્મૃતિ, ચાર વેદ, ઉપનિપદ આદિ જૈનેતર ગ્રંથોની તુલનાત્મક દષ્ટિને ધારાપ્રવાહ એમની મીઠી વાણીથી જાણવા મળતો હતો. મુહૂર્ત, શિલ્પ, વિધિ-વિધાનોની બાબતમાં જે કોઈ શ્રીસંઘના સભ્યો આવતા તેઓ ખૂબ સંતોષ અનુભવતા હતા. પૂજ્યશ્રીની માંગલ્યમયી પ્રભાવકતા જ્યારે એમના ચિંતનશીલ ચિત્તમાંથી મધુર વાણીરૂપે વહેતી ત્યારે એમની વાણી અને મુખમુદ્રા એમની આંતરિક પ્રતિભાની પ્રતીતિ કરાવતી હતી. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિને જીવન સાથે જડી લેવાને એમને આદર્શ પણ એમણે મૃત્યુને મિટાવવા માટે જ અપનાવ્યો હતો. તીર્થાધિરાજ શત્રુંજયના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરવા શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આગ્રહે વચનબદ્ધ થયા. કાયા કામ ન આપી શકે એવી હોવા છતાં, એની પરવા કર્યા વિના, શાસનની ખાતર તેઓશ્રીએ શત્રુંજય તરફ શુભ દિને પ્રયાણ શરૂ કર્યું. અને આ વિહાર કરતાં કરતાં જ પૂ. આચાર્યશ્રી તગડી મુકામે સ્વર્ગના વિહારે સંચરી ગયા! આજીવન શાસનની સેવા બજાવનાર અંતે પણ શાસનની સેવા બજાવી કૃતાર્થ થઈ ગયા ! પૂજ્યશ્રીજીને કોણ ઓળખતું ન હતું? હસતું મુખડું, ક્ષણવારમાં સામાના દિલને જીતી લે એવી વાક્પટુતા, હળવી રમૂજભરી વાતચીતની છટા, સહુ કોઈને આંજી શકે એવો બુદ્ધિ વિભવ-આવા આવા અનેક ગુણરૂપે આજ પણ તેઓશ્રી જન-ગણુ વચ્ચે જીવંત છે. ઊર્ધ્વગામી બનેલા તેઓશ્રી આપણા ઉપર અને શાસન ઉપર અમીઝરણું વરસાવતાં રહો ! ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy