SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] અ, વિનદનસૂરિ સ્મારકમ વાત્સલ્યવારિધિ લેખિકા–પ. પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મહારાજનાં શિષ્યા પ. પૂ. સા. શ્રી વિનીતયશાશ્રીજી મહારાજ આ ભારતભૂમિ હંમેશા પુનિત સંતેના ચરણ-કમલોના સેવનથી ઉજજવલ બનતી રહી છે. સંતમહાત્માઓ ધર્મના ધોરી ઉનત માગને બતાવતા હોય છે. એવા એક તિર્ધર સંતની વાત આપણું દિલ-દિમાગને રંજિત કરે તેવી છે. ગુણના ગુણે તે લખ્યા” લખાય કે ગાયા ગવાય તેવા હેતા નથી, છતાં ઉપકારી મહાન સં તેનું અલ્પ ઋણ વાળીએ, એમ માની કાંઈક લખવા કલમ લેખનકળા શરૂ કરે છે. બેટાદની પવિત્ર ભૂમિમાં સં. ૧૯૫૫માં એક સંતનો આવિર્ભાવ થયો. જૈનધર્મના સંસ્કારે એને કુળપરંપરાથી પ્રાપ્ત થયા હતા. પિતા હેમચંદભાઈ તથા માતા જમનાબહેનના કુળમાં ભવિષ્યના મહાન શાસનનેતાનો જન્મ થયે. “વાણ બેલા જાણી” એ અનુસાર ભાવિને કેઈ અગમ્ય સંકેત હોય એમ તે સુપુત્રનું નામ નત્તમ પાડયું. સંસાર એ ઘર સળગતી ખાઈ છે, એમાં પડવાથી ચેરાશીના ફેરા ફરવા પડે છે; આત્મા ઘણું ગુમાવે છે, આ બીજરૂપે પડેલા વિચારને પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ. સાહેબના સાંનિધ્યથી વેગ મળે. સંસારની અસાર અવસ્થા તેમના હૃદયમલમાં શલ્યની જેમ ભકાંતી હતી. પણ એ શલ્યથી ઊગરી જઈને મુક્તિના પંથે પ્રયાણ કરવા નત્તમે સં. ૧૯૭૭માં પૂ. નંદનવિજય તરીકે-નવે અવતારે-અનન્ય આરાધક પૂ. આ. ઉદયસૂરીશ્વરજી મ. સાહેબની મીઠી ગોદમાં આવી, આરાધનાની પગદંડીએ પ્રયાણ કર્યું, મતિજ્ઞાનના તીવ્ર ક્ષપશમના પ્રસાદથી ઘણા ટૂંકા સમયમાં દરેક શાસ્ત્રમાં પારંગત બન્યા. જ્યોતિષ વિષે તેઓશ્રીનું જ્ઞાન અજોડ હતું. પૂજ્યશ્રીનાં નયનેમાંથી અને વાણીના પૂરમાંથી અવિરત વાત્સલ્યની ધારા વહેતી હતી. યોગેદવહન કરી તેઓ સં. ૧૯૮૩માં આચાર્ય પદવી પામ્યા. અગમ્ય જ્ઞાનગરિમા, અજોડ ધેર્ય, અદ્વિતીય વાત્સલ્યભાવ, જ્યોતિષમાં નિપુણતા, શિલ્પમાં વિચક્ષણતા આદિ ગુણોને ક્રમે કમે વિકાસ થયે. અને ફક્ત ૧૩ વર્ષના દીક્ષિત સમયમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી. માનવની મહાનતા જન્મમાં નહીં પણ મૃત્યુમાં હોય છે; જીવવામાં નથી હોતી, સંઘર્ષમાં હોય છે. સંયમજીવનના મહાન આદર્શોને પૂજ્યશ્રીએ જીવનમાં સાકાર કરી બતાવ્યા હતા. અજોડ વિભૂતિએ ગ્રીષ્મકાળના મધ્યાહ્નના સૂર્યના પ્રકાશથી ન ભેદાય તેવા યૌવનકાલીન મોહરૂપી અંધકારને અંતરચક્ષુના દ્વારોફઘાટનથી ભેદી નાંખ્યો હતો. આ સંઘર્ષે તેઓશ્રીને મહાન બનાવ્યા હતા; આ મહાનતાને પ્રશમભાવે પચાવીને તેઓ મહાનતાના શિખર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં પણ અડગ-અલિપ્ત રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy