________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૪૩] હોય, કે પછી જનેતર હોય, સૌની નાની નાની વાતો પણ શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળતા અને તેની પરિસ્થિતિને વિચાર કરી ઉચિત સલાહ આપી માર્ગ બતાવતા. એટલા માટે તે સૂરીશ્વર “વાત્સલ્યવારિધિ” કહેવાયા.
શાસનનાં અનેક મહાન કાર્યો કરાવવા સમર્થ છતાં તેઓ સ્વકીર્તિની અપેક્ષાથી રહિત હતા. શાસનસમ્રાટના નામે તેમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરાવ્યાં, પણ પિતાના નામે–સ્વકીતિ કાજે-પિતાનું જુદું કરાવવાની ઇચ્છા પૂજ્યશ્રીએ સ્વપ્નય સેવી ન હતી. આ યુગમાં સર્વસામાન્ય આ દેષ સર્વત્ર નજરે પડે છે, જે પૂજ્ય સૂરીશ્વરજીમાં અશેય જોવામાં નહોતો આવ્યો. મહેલના કાંગરા બનવા કરતાં પાયાની ઈંટ બનવાનું તેઓ વધુ પસંદ કરતા. - આથી જ પૂજ્યશ્રી જૈન શાસનમાં લાડીલા મહાપુરુષ હતા; ઔદાર્ય, ધૂર્ય અને ગાંભીર્યના નિધાન હતા; પ્રૌઢપ્રતિભાથી ભાસુર હતા. સામર્થ્ય છતાં પારકાના ઉપદ્રવ સામે મૌન રહી, મૌન ભાવે જ એને પ્રતિકાર કરતા–તેઓશ્રીની આ વિશિષ્ટતા જેવી તેવી ન હતી.
આ રીતે પૂજ્યશ્રીનો ૬૨ વર્ષનો સુદીર્ધ સંયમપર્યાય સકલ જનને પ્રશંસનીય અને આદરણીય હતો. “જે ઓળંગે તાપી, તે થાય પાપી” એ શાસનસમ્રાટની ઉક્તિને આજીવન પૂજ્યશ્રીએ અપનાવી હતી. મુંબઈ-સુરતવાળા ભાવિક જ ઘણી વિનંતી કરતા કે, “અમારા મહાન કાર્યો આપશ્રી પધારે તે પૂર્ણ થાય.” છતાં પણ સ્વપ્રશંસાની ઉપેક્ષા કરી તેઓએ કદીયે એ તરફ જવાનો વિચાર કર્યો ન હતો, એટલું જ નહીં પૂજયશ્રીને પૂછનારને પણ તેઓશ્રીએ કદી આજ્ઞા આપી નથી; મૌન રહ્યા હશે.
તેઓ આજીવન શાસ્ત્રને અને ગુરુઆજ્ઞાને વફાદાર રહ્યા, અને અંતસમયે પણ શાસનસેવા કાજે પૂજ્ય સૂરીશ્વરે આત્મભોગ આપ્યો. સાડા ચાર વર્ષે ગિરિરાજ ઉપર દાદાની ટ્રકમાં થનાર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જવાની પૂજ્યશ્રીની ભાવના થતાં, નાદુરસ્ત સ્વાચ્ય છતાં, વિહાર કર્યો. સહવતઓને કહેતા કે –“શાસનકાર્યો કરતાં દેહને વિચાર એ તો પામર જીવની કુચેષ્ટા છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં સંજોગોને બનાવનાર અને બગાડનાર આપણે જ છીએ. પ્રાણના ભોગે પણ શાસનકા તો પહેલાં જ કરવાં ઘટે. છેવટે અમદાવાદ-પાલીતાણાની બરાબર અધવચમાં ધંધુકાથી તગડી ગામે પધારતાં સૂરીશ્વરે એકાએક પૂર્ણ સમાધિપૂર્વક આ પાર્થિવદેહનો ત્યાગ કર્યો–એમને આત્મા વિરાટના માગે ચાલી નીકળ્યો ! એમની આ વિહારયાત્રા તે અંતિમ યાત્રારૂપે ફેરવાઈ ગઈ!
અંતમાં પ્રાર્થના, કે તેઓશ્રીની પુણ્યસ્મૃતિ આપણને શાસનને માટે સમર્પિત થવાની પ્રેરણા આપે. એ પરોપકારી પ્રભાવક મહાપુરુષને અનેકાનેક વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org