________________
[૩૪]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ - ટૂંક સમયમાં જ પિતાના તીવ્ર ક્ષયે પશમથી, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરીને અનેક શાસ્ત્રના પારગામી થયા અને સિદ્ધાંત માર્તડ, ન્યાયવાચસ્પતિ, કવિરત્ન અને શાસ્ત્રવિશારદ ઈત્યાદિ બિરુદથી અલંકૃત બન્યા. તિષ-શિલ્પમાં પણ પૂજ્યશ્રી અજોડ હતા. બાવીસ હજાર મંગળ મુહૂર્તોને વિતરણથી પૂજ્યશ્રીએ ભારતભરના સંઘોમાં પ્રસિદ્ધિ મેળવી હતી.
સાથે સાથે ગુરુભક્તિ-ગુરુસમર્પણભાવ એવો જ પ્રશંસનીય હતો. વિનય-વૈયાવરચાદિ કાર્યોમાં પણ એવા જ સજાગ રહેતા. શાસનસમ્રાટશ્રી જયારે જ્યારે બોલાવતા ત્યારે “ઉદય-નંદન” એ બે નામો મુખમાંથી નીકળતાં અને તરત જ એ ગુરુ-શિષ્યની બેલડી પૂજ્યપાદશ્રીની સેવામાં હાજર થતી. શાસનસમ્રાટશ્રીએ અત્યુત્તમ ગુણોથી પૂજ્યશ્રીમાં શાસનેન્નતિનાં કાર્યોની યોગ્યતાનાં દર્શન કર્યા. અને ૧૩ વર્ષનાં સંયમપર્યાયમાં જ એમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા.
જ્યારે જ્યારે પૂજ્યશ્રી વ્યાખ્યાન આપતા ત્યારે ત્યારે ન્યાય, તત્ત્વ અને સિદ્ધાંતનાં રહસ્ય અને અનુભવે શ્રેતા સમક્ષ સુંદર શૈલીમાં એવા રજૂ કરતા કે, એના શ્રવણમાત્રથી જીવો પોતાના જવાબ મેળવી લેતા; કેટલાક અનુમોદનાથી સમ્યગદર્શન પામતા; કેટલાક ભદ્રિક પરિણામી થતા, તે કેટલાક અણગાર બનવા પ્રેરાતા.
પૂજ્યશ્રીએ શુદ્ધ વિધિ-વિધાન સાથે સુવ્યવસ્થાપૂર્વક તીર્થોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા તેમ જ અન્ય પણ અનેક શાસનકાર્યો કરાવીને શાસનની મહાન સેવા બજાવી હતી. કક્યારેક કોઈ મહાન કાર્યમાં સંકટય આવતાં, પણ તે સર્વને પોતાની અપૂર્વ શક્તિ અને કાર્ય-કુશળતાના પ્રભાવથી સામનો કરી, રાત-દિવસ અથાગ પરિશ્રમ ઉઠાવી, જંગલમાં પણ મંગલરૂપ તીર્થો ઊભા કર્યા છે. શાસનસેવા એ તો એમના જીવનમાં તાણવાણાની જેમ વણાઈ ગયેલ મંત્ર હતો. પૂજ્યશ્રીના હાથે અનેક મુમુક્ષુઓની દીક્ષા-વડીદીક્ષા-પદવી પ્રદાન મહોત્સવ ઊજવાયા છે. તેમના વરદ હસ્તે દીક્ષા કે પદવીની પ્રાપ્તિ થવામાં છે પિતાનું સૌભાગ્ય માનતા.
જ્યારે જઈએ ત્યારે, દૂર દૂરથી મંગળમૂહૂર્ત માટે આવેલા લોકો તે સૂરીશ્વરને વલયાકારે વીંટળાઈને બેઠેલા જ હોય. તેઓ સૌને શાંતિથી જવાબ આપતા અને સંતોષતાભલે પછી એમ કરતાં આરામ માટે જરાય અવકાશ ન રહે. પૂજ્યશ્રીને શાસ્ત્રાભ્યાસ ઉપરાંત વાચનાને પણ ખૂબ રસ હતો. એમની પાસે રહેનાર સાધુને તેઓશ્રી ન્યાય અને સિદ્ધાંતની વાચના આપતા હતા. શ્રી શીલચંદ્રવિજયજી મ. સા. ને અવારનવાર સૂરીશ્વરજી પાસે અભ્યાસ કરતા નિહાળ્યા છે, એ પણ વાચના પ્રત્યે તેમને અનુરાગ સૂચવે છે.
સ્વગછ કે પરગર છ–ગમે તે ગ૭નાં સાધુ હોય કે સાધ્વી, શ્રાવક હોય કે શ્રાવિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org