________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૪૧]. ___ जैसा उन का नाम था वैसा ही गुण भी उन मे' था; और उन के गुणों मे उन को सब का-" प्यारा" बना दिया था । वे आज नहीं रहे, उन के जाने से शासन की अपार क्षति हुई है । जैन शासन का एक संवेदनशील नेतृत्व उठ गया है। आज गच्छ, संघांडे और समुदायों को सर्वमान्य मोहर्त देने वाला व्यक्तित्व चला गया है। उन का उदार दृष्टिकोण महावीर भगवान के २५०० वे निर्वाण कल्याणक पर सारे ही जैन शासन को स्पष्ट दृष्टिगोचर हुआ था। प्रगति के लिये किये जाने वाले हर कार्य में उन का आशीर्वाद था। ऐसे थे वे " नेभि के नन्दन” जो बन गये सारे शासन के नन्दन और जिनको कर रहा सारा जगत वन्दन।
जयपुर का सारा संघ नतमस्तक है उस महामानव के चरणों में। शासनदेव उनके बताये मार्ग पर चलने की शक्ति व प्रेरणा दे हम सबको । पुन शत शत नमन व शत शत वंदन ।
નંદનમાં નંદનવન લેખિકા–પ. પૂ. સા શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ નંદન” નામ જ હૈયાને હર્ષવિભોર બનાવે એવું આનંદદાયી છે. સુરગિરિનું નંદનવન તે દેવોને માટે જ કીડાંગણ; જ્યારે આ તે ભાવનંદન! ભવ્યજીવોને-ધમીજનેને દર્શન માત્રથી જ ભાવનંદનની પ્રસાદી આપે.
ગમે ત્યારે જઈને સૂરીશ્વરને નિહાળે, એવી જ અપૂર્વ પ્રસન્નતાભરી મુખમુદ્રા! સર્વ સાથે એવો જ આત્મીયભાવ—જાણે ખીલેલું પુષ્પ જ જોઈ લે ! ગમે તેટલાં શાસનકાર્યોમાં પ્રવૃત્ત હોય, છતાં આગંતુક પ્રતિ ધર્મલાભની મંગળ સુધા વર્ષાવતા મમતાળુ વાત્સલ્યભર્યો પુનિત કર પ્રસારે.
ચિંતામણિ તે તેને મળે જે ભાગ્યવંત હોય; પ્રભુશાસન તો તેને જ સંપાદન થાય જે આસન્નસિદ્ધિ હોય; સમ્યક્ત્વની પ્રાપ્તિ તેને જ સંભવે જેની ભવસ્થિતિ પરિપક્વ બની હોય; તેમ જન્મજન્માક્તરની અપૂર્વ સાધના દ્વારા પ્રકૃઇ પુણ્યવંત આત્માને જ આવા સર્વોત્કૃષ્ટ મહાન શાસનપ્રભાવક સૂરિપુંગવનાં દર્શન થાય.
વિ. સં. ૧૯૫૫માં બોટાદ નગરમાં તેમનો જન્મ થયો હતો. સ્વાતિ નક્ષત્રનું પાણું સીધું ઝિલાય તે મોતી પાકે, તેમ બાલ્યવયથી જ નત્તમભાઈના જીવનમાં માતા જમનાબહેન અને પિતા હેમચંદભાઈએ ધર્મસંસ્કારના બીજનું વાવેતર કર્યું. પુણ્યના પરિપાકરૂપે પૂ. પા. શાસનસમ્રાટના પરિચયમાં આવતાં અને પૂ. પા. આચાર્ય ઉદયસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશરૂપી અમીવર્ષાથી તેમાં ત્યાગ-વૈરાગ્યના અંકુર ફૂટ્યા અને ભાવના પુષ્ટ થતાં ભોગવિલાસના ક્ષેત્ર સમી ૧૬ વર્ષની યુવાન વયે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી પૂ. પા. આ. વિજયસૂરિ મ. સા.ના શિષ્ય નંદનવિજયજી તરીકે જાહેર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org