________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો
[૩૯] As long as he lived we honoured and respected him; now we almost worship him.” તેઓ જીવતા હતા ત્યારે અમે એમને બહુ માનથી જોતાં; હવે તો અમે લગભગ પૂજીએ છીએ તે આત્માને !
ज्ञानस्य फलं विरति ॥ લેખક–પ. પૂ. આ. શ્રી વિજયસુર્યોદયસારજી મહારાજના શિષ્ય
પ. પૂ. મુ. શ્રી નંદિઘોષવિજયજી મહારાજ, “Knowing is not enouh, we must apply;
Willing is not enough, we must do.”
ટૂંકમાં, આપણે જેને જ્ઞાનની પરિણતિ-Application of knowledge--કહીએ છીએ તે આચાર-Behavior-મને પ. પૂ. વાત્સલ્યવારિધિ, આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજી મહારાજમાં સવિશેષપણે જોવા મળે. આ પંચમ કાળમાં પણ મન, વચન અને કાયાની એકાગ્રતા પૂજ્યશ્રીમાં જોવા મળી. તેઓશ્રી જે કાંઈ વિચારતા, તે જ પિતે કહેતા, એટલું જ નહીં પણ તે જ પ્રમાણે વર્તતા પણ ખરા; પિતાને જે કાંઈ જ્ઞાન મળ્યું, એ જ્ઞાનને પોતે અમલમાં મૂકયું અને પિતાના જીવનનાં કાર્યોમાં કાપડના તાણાવાણાની માફક એકરૂપ કરી દીધું. આવી વિશિષ્ટતાથી ભરેલું નિર્દભ, માયા અને કપટરહિત ચારિત્રનું યથાર્થ રીતે અને તેમાં પણ વ્યવહારદક્ષતા સાથેનું પાલન તે કઈક વિરલા જ કરી શકે.
પૂજ્યશ્રીમાં જ્ઞાન, ધ્યાન, તપ, ગુરુભક્તિ, વિનય, ક્રિયાશુદ્ધિ, સહિષ્ણુતા, વત્સલતા, સમતા, નિરભિમાનતા વગેરે અગણિત ગુણો હતા. તેઓની વાત્સલ્યભાવ અને અનેકાંતવાદપદ્ધતિથી વિચાર કરી, ખૂબ જ વિશાળતાભરી દષ્ટિ રાખી અને હિતાહિતને દીર્ઘ દષ્ટિપૂર્વક વિચાર કરી નિર્ણય લેવાની અનોખી રીતે વિદ્વાનોને તથા સામાન્ય જનને પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યભાવ, આદરભાવ કેળવવા પ્રેરે તેવી હતી. તેઓશ્રી–
શમે ના વેરથી વેર, ટળેના પાપથી પાપ;
ઔષધ સર્વ દુઃખોનું, મિત્રીભાવ સનાતન.” –એ ભાવનાને બરાબર સમજતા હતા. માટે જ તેઓએ પોતાના વિચારના કોઈ પણ વિરોધીને પ્રતિકાર કર્યો નથી. કારણ, માત્ર એટલું જ કે તેના પ્રતિકારથી માત્ર દ્વેષ તથા વૈરભાવને જ પોષણ મળતું હતું. આ રીતે રાગ-દ્વેષને પોષણ આપી, સ્વ-પર ઉભયનું
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org