________________
[૩૩૦]
આ વિનંદનસૂરિ સ્મારગ્રંથ લેશ માત્ર અકલ્યાણ થાય એમ પૂજયશ્રી ક્યારેય ઇરછતા ન હતા. પૂજ્યશ્રી તે સૌને વારંવાર યાદ કરાવતા કે—
જેવું ચાહે અવરનું, તેવું પોતાનું થાય;
ન માને તે કરી જુઓ, જેથી અનુભવ થાય.” આ રીતે પૂજ્યશ્રી બીજાનું કલ્યાણ કરવા વડે પોતાનું પણ કલ્યાણ કરવા હરહંમેશ કટિબદ્ધ રહેતા. પૂજ્યશ્રીની આ ભાવનામાંથી જ તેમની સૌbઈ ઉપરની વાત્સલ્યભરી અમદષ્ટિએ જન્મ લીધે હતે.
પૂજ્યશ્રી નાનાં નાનાં ભૂલકાં સાથે કે ૮૦ વર્ષના વૃદ્ધ સાથે, ગરીબમાં ગરીબ માણસ સાથે કે ક્રોડપતિ સાથે, સૌ સાથે, એકસરખી વાત્સલ્યભરી અમીદ્રષ્ટિનો ધોધ વરસાવી વાત કરતા. જે રીતે પૂજ્યશ્રીને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સાથે વાતો કરતા જોવા કે સાંભળવા તે એક જીવનને લહાવો હતો, તે જ રીતે પાંચ-સાત વર્ષનાં નાનકડાં ભૂલકાં સાથે, બપરના આરામના સમયે, નિરાંતે વાત્સલ્ય અને પ્રેમાળતાથી વાત કરતા જેવા અને એ નિર્દોષ વાતો સાંભળવી એ પણ જીવનનો લહાવો હતો. પૂજ્યશ્રી કઈ પણ વ્યક્તિ, પછી ભલે તે પોતાના વિશે જાહેરમાં કે ખાનગીમાં ગમે તેમ બેલતી હોય કે લખતી હોય, છતાં તેની સાથે પણ એ જ વાત્સલ્ય અને પ્રેમાળતાથી વાત કરતા. એ વિષે પૂછતાં તેઓશ્રી માત્ર એટલું જ જણાવતા કે આપણને તે વ્યક્તિના વિચાર, મત કે માન્યતા સાથે વિરોધ છે, નહીં કે તે વ્યકિત સાથે કે તેના આત્મા સાથે. આમ પૂજ્યશ્રી સૌકેઈ ઉપર એકસરખો વાત્સલ્યભાવ રાખતા.
પૂજ્યશ્રી જે રીતે તિથિચર્ચાના ગહન પ્રશ્નો અંગે સંઘના આગેવાનો કે સંધનાયકેને સમજાવતા, તે જ રીતે તેઓશ્રી એક નાના બાળકને સામાન્ય પ્રશ્નને પણ તેને સંતોષ થાય એ પ્રત્યુત્તર આપતા. આ રીતે પિતાની તીવ્ર, કુશાગ્ર બુદ્ધિથી ગમે તેવા ગહન કે વિકટ પ્રશ્નોને બાળકના પ્રશ્નની માફક સાવ સરળ બનાવી તેને સંતોષકારક ઉત્તર આપે એ તો એમને મન ડાબા હાથનો ખેલ હતું. આ રીતે પૂજ્યશ્રી, “ખોરાક પીઓ, દૂધ ચાવો” ની માફક ગહન પ્રશ્નને સ્યાદ્વાદના માળખામાં મૂકી અતિ સરળ બનાવી તેને ઉકેલ લાવતા અને દેખીતી રીતે જ સાવ સરળ પ્રશ્નો અને નાના બાળકને ના પ્રશ્નને પણ એ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી, એને પણ એટલું જ મહત્ત્વને ગણી ઉત્તર આપતા. પૂજ્યશ્રીની આ અનેરી વિશિષ્ટતા હતી.
પૂજ્યશ્રીએ કઈ દિવસ કોઈ પણ કાર્યને જાહેરમાં વિરેધ કર્યો નથી. કારણ, વિરોધ કરવાથી પરસ્પર વ્યક્તિઓ, સમુદા, ગો કે ફિરકાઓ વચ્ચેનું અંતર અને છેષ તથા વૈરભાવ ઘટવાને બદલે વધતાં જાય છે, તે પૂજ્યશ્રી બરાબર જાણતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org