________________
[ ૩૨૮ ]
આ. વિ.ન ́દનસૂરિ-સ્મારકમથ
મારી દૃષ્ટિએ પૂ. નંદનસૂરિજીનુ` છેલ્લુ કાર્ય એમના જીવનની કલગીરૂપ બની રહેશે. શ્રી મહાવીર ભગવાનની પચીસમી નિર્વાણુ શતાબ્દી ઊજવવામાં સરકારી રાહે જે સમાર થાય તેમાં ભાગ લેવા ઉચિત ગણાય કે નહિ તે વિષે સ`ઘમાં ભારે ઊહાપેાહ થયેલ. ઊહાપોહ કરનારાની દલીલ–જે પ્રમાણે હું સમજી શકયા છુ. તે પ્રમાણે-એ હતી કે, જૈનધમ બીજા ધર્મથી સૂક્ષ્મ રીતે કાં જુદા પડે છે તે જૈનેતર-non-Jain–ન પકડી શકે અને તેથી જૈનધર્મની લાક્ષણિકતા ભુલાઈ જાય કે તેની અવગણના થાય. અને તે સાચુ· હોય તે, આવી ઉજવણીથી લાભ કરતાં ગેરલાભ વધારે થાય. તેના જવાબમાં એમ કહી શકાય કે કેટલીક અગત્યની ખાખતા-મેાક્ષ, સ્વર્ગ વગેરેબધા ધર્મોમાં સરખી હોય છે. તે પામવા માટે જુદા જુદા ધર્મ પ્રવર્તી કી જુદા જુદા રસ્તા બતાવે છે. તે તરફ ધ્યાન દારવાનું અને તેના ઉપર ભાર મૂકવાનું કાર્ય આપણે એ સમારામાં ભાગ લઈ ને વધારે સારી રીતે કરી શકીએ. આજે કાઈ માનવી island નથી, કોઈ દેશ isolationમાં રહી શકતા નથી; તે। સ્થળ-કાળના વિચાર કરી, ધને જરા પણ હાનિ થવા દીધા વિના, એમાં ભાગ લેવા જોઈ એ તેમ કહી પૂ. નંદનસૂરિજીએ લીલી ઝડી બતાવીને, મારા મતે, ચાગ્ય કર્યું છે. તેથી આપણે ગુમાવ્યા કરતાં વધારે મેળવ્યુ હશે. શ્રી વિનેખા ભાવે એવુ ખેલ્યાનું સ્મરણ છે કે, મારી કેટલીક શકાઓનું સમાધાન મને જૈનધર્મ - માંથી મળ્યુ છે. સ્વામી આનંદે પણ શુ કહ્યુ હતુ. તે સૌએ વાંચ્યું હશે.
એ પ્રસગે આચાર્ય શ્રીએ ટૂંકું પ્રવચન કર્યું. તેનું મહત્ત્વ જેટલું ગણીએ તેટલુ આધ્યું છે. આજે આપણે સપાટી પર જીવનારા જીવા છીએ એટલે પરરંપરા પ્રમાણે વિધિવિધાના, પૂજા વગેરે કરીને સતાષ માનીએ છીએ. ધાર્મિક પુનરુત્થાનના ગાતાની જરૂર છે. તે તેમણે અમુક અંશે કયુ ગણાય; અથવા એ તરફ આંગળી ચીંધી ગણાય. મૂતિ આરસ, કાષ્ઠ, અરે, ચિથરાની બનાવીને પૂજો છે તેમાં મૂર્તિ અગત્યની નથી, ભાર પૂજા ઉપર મૂકવાના છે, પૂજા કેસર, ચંદન સિંદૂર વડે કરી છે તે મહત્ત્વનું નથી, કયા ભાવથી કરો છે તે અગત્યનુ છે. સાધનને ગૌણ ગણા; સાધ્ય નિરંતર નજર સમક્ષ રાખેા. તેમને કહેવાના હરગિજ એવા આશય નહિ હોય કે સાધન-સામગ્રી પ્રમાણે પૂજાનાં સાધના કલાત્મક, સુંદર ન કરવાં; એ જરૂર કરો. પૂજાનાં ભાવને પુષ્ટિ આપે તેવું બધું કરા, ઉપયાગી કરી; પણ સાધન-સામગ્રીને અભાવે રખે પૂજારહિત રહેતા. આ વાત આજે નહિ તે! કાલે આપણે ખરાખર સમજવી પડશે જ. એ રીતે એ વ્યાખ્યાન બહુ અગત્યનુ` હતુ`.
અનેક પાસાંઓથી ભરપૂર જીવન પૂ. નંદનસૂરિજી જીવી ગયા. બેટાઢમાં તેમના નશ્વર દેહને અગ્નિસ સ્કાર થતા હતા ત્યારે લેાકેા ક'ઈફ નીચેના ભાવ પ્રદર્શિત કરતા હતા ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org