________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૭] માટે (મુહૂર્ત માટે) અચૂક અહીં જ આવતા. જોતિષશાસ્ત્રને કે અભ્યાસ ! આ પણ વિરલ સિદ્ધિ ગણાવી જોઈએ. પણ મુહૂર્ત જેનાર તરીકે જ તેમનું મૂલ્યાંકન થતું ન રહે તે જોવું જોઈએ.
એમણે જેવો આર્દશ શિષ્ય તરીકે ભાગ ભજવ્યો હતો, તે જ ગુરુ તરીકે પણ ભાગ ભજવ્યો હતો. જિંદગીના છેલ્લા વર્ષ સુધી પોતાના શિષ્યોને ઉમંગથી, ઉત્સાહી જ્ઞાતા ગુરુની માફક શીખવતા મેં એમને જોયા છે. કેટલું બધું જ્ઞાન તેઓને કંઠસ્થ હતું તે જોઈ મને આશ્ચર્ય થયેલું.
હું જેમ જેમ પૂ. નેમિસૂરિજીના સહવાસમાં આવતે ગયો તેમ તેમ મને થયું કે તેઓશ્રીના જીવનની વિકાસકથા શબ્દદેહે બદ્ધ કરી દેવી જોઈએ. મેં પૂ. નંદનસૂરિજી પાસે એ વિચાર મૂક્યો. તેમણે તે કામ મારે કરવું તેવી પ્રેરણા આપ્યા કરી, કારણ કે, મહારાજ સાહેબ (પૂ. નેમિસૂરિજી) સ્વમુખે પોતાના વિષે વાત નહિ કરે તેવી એમને ભીતિ હતી. પણ મને તેઓ પોતાની વાત કહે તે ના નહિ તેવું તેમનું કહેવું હતું. હું શનિ-રવિ બપોરના સામાયિક લઈ એમની પાસે બેસતો. હું સવાલ પૂછું અને તેઓ જવાબ આપે અને હું ટૂંકમાં ઉતારી લઉં. કઈક એવી વાત નીકળે અને હું લખવા જાઉં કે રેકે અને કહે કે આ તને સમજવા ઉપયોગી થાય માટે કહી છે, એ લખાય નહિ; off the record રાખવી. તે રીતે પ્રાથમિક તૈયારીરૂપે મેં ને તૈયાર કરી. હું તે નેધને ઉપયોગ કરવા ભાગ્યશાળી ન થયે, કારણ કે, મારે ખ્યાલ એ છે કે મહાન પુરુષને સમજવામાં આપણામાં મહાનપણું સુષુપ્ત હેવું જોઈએ. ટાગોરનું જીવનચરિત્ર લખવું હોય તે તમે કેઈક દષ્ટિબિંદુથી છોટા ટાગેર હોવા જોઈએ. હું એવો નથી તેની મને ખાતરી હતી. બીજું, આવી મહાન વિભૂતિને ખરેખરા અર્થમાં સમજવી, એ માટે પૂરતી તૈયારી કરવી, તે પાછળ વખત અને સાધનનો ભેગ આપે વગેરે માટે મારી પાસે સગવડ ન હતી. ત્રીજું કારણ એ હતું કે આજે Validity of language વિષે વિચારક શંકામાં પડયા છે. દા. ત. આપણે બે મિનિટ બેલીએ કે લખીએ. તેમાં અમુક શબ્દ, દા.ત. “ધર્મ” શબ્દ, બે-પાંચ વાર વાપરીએ. પણ દરેક વખતે આપણા મનમાં “ધર્મ” શબ્દને અર્થ જુદો હોય. એટલે શબ્દને content (અર્થ) બદલ્યા જ કરતા હોઈએ છીએ. આપણે ભાષાને વર્ણનાત્મક રીતે વાપરીએ છીએ; Definitive (શબ્દ એક જ અર્થમાં વાપર) નહીં. જે કહેવું હોય તે જ અર્થ સિવાય બીજું કાંઈ ન કહી જવાય તેટલી હદ સુધીની ભાષા ઉપરની પ્રભુતા આજે પણ મારી પાસે નથી. આ બધું હું Defence Mechanism તરીકે તે નહિ લખતે હોઉં? જે હોય તે ખરું; પણ એ ન પૂ. શ્રી શીલચંદ્રવિજયજીને કામ લાગી અને શ્રી વિજયનેમિસૂરિજીનું ચરિત્ર લખવાનું ભગીરથ કામ તેમણે પૂરું કર્યું તેથી Vicarious (second hand) આનંદની લાગણી મેં અનુભવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org