SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ [૩ર૬] આ વિનદનસૂરિ-સ્મારકગ્રંથ મારી આંખ સમક્ષ આજે પણ તરે છે. “ઉદય-નંદન” એમ ગુરુમુખેથી શબ્દો નીકળે અને બંને એક જ ક્ષણે તેમની આજ્ઞાની રાહ જોતાં ઊભા રહી ગયા હોય એવાં પ્રેરણા પામવા જેવાં દ મેં જોયા છે. આ દશ્યો સવારમાં પણ જોવાય અને રાત્રીના કેઈ પણ સમયે પણ જોવાય. હું ઘણી વાર તેમની પાસે રાત્રે સૂતો તેથી ઉપર પ્રમાણે લખું છું. ઉદય-નંદન બંને ગુરુના alter-ego (પર્યાયરૂપ) જેવા થઈ ગયા હતા. દા.ત. ગાંધીજી અને મહાદેવ દેસાઈની સહી ન હોય તે લખાણ કોનું છે તે કહેવું મુશ્કેલ પડે. તેવી રીતે ગુરુ જે કહે તે જ ઉદય-નંદન કહે અને એથી ઊલટું પણ સાચું હતું. અલબત્ત, altef-ego બની શકે તે વિશાળ શિષ્ય સમુદાય પૂ. નેમિસૂરીશ્વરજી પાસે હતું. પણ આ બંને આત્મા ઋણાનુબંધ પ્રમાણે તે સ્થાન પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બન્યા અને છેવટ સુધી સાચવી શક્યા. એક ન ભુલાય તે પ્રસંગ યાદ આવે છે ગુરુજીની તબિયત ખૂબ લથડી ગઈ છે. સાવચેતીથી વિચાર કરવાનો છે. બે માણસના ટેકા વિના ડગલું ભરી શકતા નથી. છતાં ચાલીને વિહાર કરવાની જીદ લીધી છે. પૂ. નંદનસૂરિજી વગેરેએ ડાળીને ઉપયોગ કરવાની વારંવાર વૃથા વિનતી કરી, કાકલૂદી કરી, રડયા. અને માંડમાંડ ડેળી વાપરવાની હા પાડી. આ દશ્ય માનવજીવનની સાર્થકતા કોને કહેવાય તે બતાવવા ઉપરાંત અનેક ઊર્મિઓને જગાવી જતું હતું. એક બીજી વાત પણ જાણવા જેવી છે: પૂ. નંદનસૂરિજી પિત્તાશયની પથરીના દર્દથી વર્ષોથી પીડાતા હતા. ડે. કુક અને બીજા સર્જનને અભિપ્રાય હતે કે પરેશન કરી પિત્તાશયની કથળી કાઢયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. છેલ્લાં ત્રીસેક વર્ષથી આ દર્દ સહન કર્યું; પૂરું ખવાય નહીં, અપચો રહ્યા કરે અને તેથી ગેસ થાય, તે હૃદય ઉપર અસર કરે. ઓપરેશન ન કરાવવાનું કારણ ગુરુ ન છૂટકે દવા લેવાના હિમાયતી હતા, તે હતું. ઓપરેશનમાં તેઓ લાભ કરતાં અલાભ-સાચી કે ખોટી રીતે -માનતા. પણ ગુજ્ઞા શિરસાવંઘ તે આનું નામ. ઉંમર વધતાં અને શિષ્યસમુદાય વ્યાખ્યાનની જવાબદારી સ્વીકારી શકે તેવો હોવાથી પિતે તે કામ ઓછું કરેલ. પણ ધાર્મિક વિધિ-વિધાને કરવા માટે મુહૂર્ત જઈ દેવાની તેમની ફાવટ કહેવતરૂપ બની ગઈ હતી. સવાર, બપોર, સાંજ–ગમે તે વખતે જાઓ અને મુહૂર્ત જોઈ આપવાની વિનંતી કરે તે કાઢે પંચાગ. ગામનું નામ, કરાવનારનું નામ શું? અને ચંદ્ર વગેરેની સ્થિતિ-ગતિનો આંગળીને ટેરવે હિસાબ મૂકી કહી દે મુહૂર્ત. પછી પૂછવાનું જ નહિ. આ નામના તેમની એટલી બધી ફેલાયું હતી અને સિદ્ધ થઈ હતી કે કેઈ આડે દિવસે પાંજરાપોળ ઉપાશ્રયે નહિ ચડનાર પણ આવા કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy