SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ લેખે તથા કાવ્ય [૩૫] શ્રયથી મારું રહેઠાણું, ઝવેરીવાડ, પટણીની ખડકી, દૂર ન હતું. તેથી તેમની કૃપા, આશીર્વાદ, વિદ્વત્તાને લાભ મેળવવાની અનેક તકે મળ્યા જ કરતી. પૂજ્ય નેમિસૂરિજી સુંઠને ગાંગડે ગાંધી થનારને આચાર્ય પદવી આપે તેવા ન હતા; એટલું જ નહિ, પણ પોતે સમર્થ વિદ્વાન આચાર્યું હોવાથી, તેમની કસોટી જેવી તેવી ન હોય. આ હકીકત, પૂજય નંદનસૂરિજીની વિદ્વત્તા ઉપર મહોર મારવા પૂરતી છે; તેમના તે વખતનાં વ્યાખ્યાન સાંભળનારાઓને તે બાબતની પ્રતીતિ અનાયાસે થઈ જતી. ખંભાતમાં નંદીસૂત્ર” ઉપર આપેલાં વ્યાખ્યાન પૂરવાર કરે છે કે એ વિદ્વત્તાને પ્રવાહ દેહના અંત સુધી પહેલાંના જેવો જ વહેતો રહ્યો હતો. મહાવીરે તથા બુદ્ધ પિતાને લાધેલું આત્મજ્ઞાન સર્વ કોઈને સુલભ બને અને જલદી પચે તે માટે શિષ્ટ સમાજની સંસ્કૃત ભાષાને બદલે લોકોની બોલીમાં તે વિષે ઉપદેશ આપ્યો. આજના યુગમાં પરંપરાગત ભાષા, કથા, દાખલા ધારી અસર નથી ઉપજાવી શકતા. એટલે વિજ્ઞાનની ભાષામાં મહાવીરના આત્મજ્ઞાનની વિશિષ્ટતા વારંવાર સમજાવવામાં આવે તો તે સમાજ ઉપર વધારે અસર કરી શકે એમ હોવાથી એમ કરવાની ખાસ જરૂર છે. મતલબ કે, આજે જ્યારે વિજ્ઞાનના વિકાસને લીધે world culture –જગતસંસ્કૃતિ-જેવું કંઈક બંધાવા માંડ્યું છે ત્યારે તો આની ખાસ અને તાતી જરૂર છે. અલબત્ત, આમ કરી શકવા માટે વિજ્ઞાનના પૂર્વગ્રહ વિના કરેલ તલસ્પર્શી અભ્યાસની અપેક્ષા રહે છે. અને મહાવીરના કથન અને વિજ્ઞાન મેળવેલા જ્ઞાનનું પર્યાયપણું સમજાવી શકવા માટે અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ હોવું જોઈએ. પ્રથમ વાત તો એ છે કે, વિજ્ઞાનનું જ્ઞાન મેળવવું જ રહ્યું અને તેના ઢાંચામાં આત્મજ્ઞાન રેડીને પ્રજા-ખાસ કરીને ઊગતી પ્રજાને આપવું જોઈએ, તેવું સ્વીકારવા આપણે તૈયાર છીએ ? ઊગતી પ્રજાની અવગણના કરીશું તો જૈનધર્મ અને સંસ્કૃતિને, તેની તાજગી અને વેધકતા સહિત, ટકાવી રાખવાં અશક્ય નહિ તો અઘરાં થઈ પડશે. આજે આપણે ઘણા સાધુઓ અને આચાર્યોના જ્ઞાનના સીમાડા ઠીકઠીક વિસ્તરેલા દેખાય છે, એટલેઉપલે વિચાર આવે છે. ધારે તે આજના બધા નહીં તો કેટલાક સાધુઓ અને આચાર્યો આ કામ સહેલાઈથી કરી શકે તેવા છે. મેં પૂ.નંદસૂરિજીને મારા પચાસ વર્ષના નિકટના સંબંધને લીધે અનેક રૂપે-શિષ્ય તથા ગુરુરૂપે, વ્યાખ્યાતા, સમાજના નેતા વગેરે રૂપે-જોયા છે. શિષ્ય તરીકે શાસ્ત્રમાં વર્ણવેલાં બધાં ગુણો તેમણે જીવનમાં ઉતારેલા. ગુરુને સવારમાં નકારસીના પચ્ચકખાણ છોડાવે, માંદા પડ્યા હોય ત્યારે પિતાને દીકરે પણ ન કરે તેવી સેવા કરે, આવા દો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy