________________
[૩૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ એક દિવસ અમેએ કહ્યું કે, “ગુરુદેવ! આ મહાન તીર્થની આપે સ્થાપના કરી. ભવ્ય જિનાલય આપશ્રીની શુભ પ્રેરણાથી તૈયાર થયું. છતાં ક્યાંય આપશ્રીનું નામ કેમ નથી?” અમે પ્રશ્નભરી નજરે જોઈ રહ્યાં, તે જવાબમાં પૂજયશ્રી કહે કે, “જ્યાં જ્યાં નામ ન હોય, ત્યાં મારું નામ સમજી લેવું.” કેવી હૃદયની ઉદારતા અને વિશાળતા ! પોતે બધું કરે, છતાં નામની તે કઈ કામના નહિ! કેટલા મહાન જ્ઞાની, ધ્યાન, તપાગચ્છના સર્વોપરી આચાર્ય મ. કે જેમના ગુણોનું વર્ણન કરવાની આપણી શક્તિ નથી. વામન વિરાટના સ્વરૂપનું શું વર્ણન કરી શકે ?
પણ રે કૃર કાલ ! સંઘના તારણહાર, કૌશલ્યાધાર, પ્રભાવશાળી અમારા ગુરુદેવને અમારી વચ્ચેથી તે શા માટે લઈ લીધા ? અમોને પૂછવું તે હતું. અમારુ આયુષ્ય આપી દેત, કારણ, અમારી અહીં શું જરૂર હતી ? આવા મહાન પુરુષની દુનિયા આખીને જરૂર હતી. સુંદર પિતા જેવું વાત્સલ્ય ગુમાવ્યાનું મહાન દુઃખ. અંતમાં, પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાંથી આશિષવર્ષા વરસાવે એ જ અભિલાષા. સાથે અજ્ઞાની બાળાઓનાં પૂજ્ય વાત્સલ્યવારિધિ ગુરુદેવેશના ચરણસરેજમાં ભાવભર્યા કેટીકોટી વંદન.
ગુરુરાજને વંદન રચયિતા–પ. પૂ. મુ. શ્રી ધર્મવજવિજયજી મહારાજ
વાણી મીઠી ગુરુ! તુજ તણું તત્ત્વ વર્ષાવનારી, ને શ્રેાતાને શ્રવણ કરવા સર્વદા પ્રેરનારી; સિદ્ધાંતના ગહન વિષયે જાણનારી પ્રભાવી, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી. જેની કૃપા સકલ જનનાં વિબને છેદનારી, જેના પુણ્ય ભાવિકજન સૌ પામતાં સુખ ભારી; જેના નામે પરમ પુરુષે પુણ્યને ધારનારા, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હા અમારી. જેની મુદ્રા અધિક જનને તોષને આપનારી, જેની દષ્ટિ ભવિકજનને સુપથે લાવનારી; જેની સ્મૃતિ અધિકાર છે સ્વાન્તને ખેંચનારી, નદનસૂરીશ્વરચરણમાં વંદના હો અમારી. જેઓ વિદ્યાવિહિત થઈને ભવ્યને બેધ દેતા, મુક્તિપંથે ગમન કરવા શુદ્ધ આશિષ દેતા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org