________________
[૩૧]
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
વાત્સલ્યમૂતિ ગુરૂદેવ લેખિકા–શ્રી રંજનબહેન તથા શ્રી રેખાબહેન નટવરલાલ, કલકત્તાવાળાં
અમે કલકત્તા રહીએ, પણ જ્યારે ગુજરાત તરફ જઈએ ત્યારે પ. પૂ. નન્દનસૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન-વંદન માટે અમદાવાદ અમારું સ્ટેશન હોય જ; પછી જ બીજે પ્રયાણ.
એક સમયની વાત છે. અમે આ જ પ્રમાણે અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રયે પૂજ્યશ્રીનાં દર્શન-વંદન માટે ગયાં. આચાર્ય મહારાજના સુકોમલ દેહમાં હંમેશા ગેસ વગેરેની તકલીફ હોય, છતાંય તેઓશ્રીનું કાર્ય તો ચાલ્યા જ કરતું હોય. અમારા જેવા કેટલાયને પ્રેમપૂર્વક નેહથી જવાબ દેવાના હોય. તેઓશ્રીની આવી નમ્રતા ભલભલા સાધુ મ. સાધ્વીજી મ. કે ગૃહસ્થના મસ્તક અનાયાસે નમાવી દે. તપાગચ્છના સહુથી મહાન જ્ઞાનવૃદ્ધ, સંયમવૃદ્ધ, આચાર્ય મ. પણ બાળક સામે બાળક જેવા લાગે. અમે જોયું કે, અમદાવાદ, મુંબઈ વગેરેના મોટા શેઠિયાઓ ખૂબ ગહન વાત કરી રહ્યા હતા, ત્યારે પૂજ્યશ્રીની તબિયત સારી નહતી. અમે એક તરફ ઊભાં રહ્યાં. બધા વિચારણા કરી ચાલ્યા ગયા. અમેએ કહ્યું કે, “સાહેબજી, આપ આરામ તો કરે. તબિયત કેવી છે?” ત્યારે પૂજ્યશ્રીએ નિખાલસ હાસ્ય સાથે કહ્યું કે, “મને સારું છે, કંઈ નથી.” ફરી અમે કહ્યું, “સાહેબ, આપ ઘડીને પણ આરામ નથી કરતા. ડી વાર આરામ કરો.” તે કહે, ચાલે ત્યારે. આરામ કરું”ને કામળી ઓઢીને સંથારી ગયા.
અમો ઉપાશ્રયની બહાર નીકળ્યાં, દરવાજા નજીક ગયાં, ત્યાં સામેથી બીજા શેઠિયાઓ આવ્યા. ઉપાશ્રયના પગથિયાં ચઢતાં પૂજ્યશ્રીને સંથારેલા જોઈ તેઓ વિચારમાં પડી ગયા. અમે ઊભાં રહી ગયાં ને જોઈ રહ્યાં. ત્યાં તે પૂજ્યશ્રી તરત જ પાટ પર બિરાજી ગયાં ને પાછા શેઠિયાઓની સાથે કાર્ય માટે વાત કરવા લાગ્યા. આવા મહાન ગુરુદેવની મહાનતામાં પણ કેટલી નમ્રતા !
તેઓશ્રીના પવિત્ર હસ્તે મહાન કાર્ય ડેમ ઉપર શ્રી શત્રુંજય પાર્શ્વનાથનું થયું. જંગલમાં મંગલ બનાવ્યું. ૨૦૨૮માં શ્રી શત્રુંજય પાર્શ્વનાથજીના નૂતન ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ ચાલે. અમે સવારથી સાંજ સુધી પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં વિધિ-વિધાને આનંદથી નિહાળતાં. અમે કલકત્તામાં દૂર રહીએ તેથી જીવનમાં કદી નહિ જોયેલું તે જોઈને દિલ બહુ ખુશ થાય. આ શુભ પ્રસંગે ગામેગામથી લોકે આવેલા. ત્યારે અમે રેજ વંદન કરવા જતાં, તે સમયે આચાર્ય મહારાજની મહાનતા, વિશાળતા, નમ્રતાનો ખૂબ અનુભવ કર્યો. પિતા જેવું પ્રેમાળ વાત્સલ્ય તેમની દિવ્ય આંખોમાં જોયું. મુગ્ધ હાસ્ય અને નિખાલસતા તેઓશ્રીના કથનમાં જોવા મળી.
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org