________________
[૩૨૦]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ
(રાગ : મેરે વતન કે લોગ)
એ જ્ઞાની મસ્ત ગુરુવર એની યાદ આવે પળપળ, શ્રી નંદસૂરિ ગુરુરાયા વંદન કરું શિશ નમાયા; અમ આતમના ઉદ્ધારા ઉપકારી ગુરુવર પ્યારા, અકલંક ચારિત્ર ધરનારા એ તરણતારણહારા; ગુરુ શાસનના શણગારા બતલાવ્યાં મુક્તિ મિનારા...શ્રી નંદસૂરિ બેટાદની ભૂમિ રસાળી જગ્યા ગુરુજી પુયશાળી, હેમચંદ ભાઈ કુલ સહાય જમનામા કુક્ષિ દીપાયા; નરોત્તમભાઈનામ ધરાયા નામ સાર્થક કરવા આવ્યા....શ્રી નંદનસૂરિ૦
બાલ્યવયમાં વૈરાગ્ય રંગ લાગે એને ઉત્તમ આતમ જાગે, શાસનસમ્રાટની પાસે લીયે સંયમ મન ઉલ્લાસે; શ્રી ઉદયસૂરિ ગુરુરાયા સ્વીકારી શીળી છાયા...શ્રી નંદનસૂરિ
શાસનમાં કોહીનૂર હીરા વાદી જીતવામાં શૂરા, એ અડગ નીડર ગુરુરાયા ભારતભરમાં પંકાયા; ગચ્છધેરી જેહ કહાયા ધર્મના વિજ ફરકાયા...શ્રી નંદનસૂરિ
શાસનનો ડંકે બજાવી જીવન આદર્શ વિતાવી, ડેમ-કદંબને વિકસાવી શ્રી ચંભનપુરને ગજાવી વીરના પચીસે ઉજવાવી રાજનગરની ભૂમિ શોભાવી શ્રી નંદનસૂરિ
શાસનની સેવા કરીને નવકારને હૃદયે ધરીને, બે હજાર બત્રીસ વરસે માગશર વદિ ચૌદસ દિવસે તગડીમાં સ્વર્ગે સિધાવ્યા ભારતમાં શોક ફેલાયા...શ્રી નંદનસૂરિ
સુણતાં અમ દિલડાં દુભાયાં “પૂર્ણ”ભાવે ગુરુગુણ ગાયા, ગુરુ પ્રાણ થકી છે પ્યારા ઝરે આંસુડાંની ધારા; હૈયું રડે સહુનું આજ કયાં મળશે એ ગુરુરાજ ?.શ્રી નંદનસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org