________________
[૩૧૫]
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
दिने दिने मंगलमंजुलावलि, सुसंपदः सौख्यपरंपरा च । इष्टार्थसिद्धिः बहुला च बुद्धिः, सदा सुधर्मः सृजतां नराणाम् ।।
વિદાય વખતની આ હતી આચાર્યશ્રીની કલ્યાણકારી શીખઃ “ધર્મ આરાધના કરજો. તમારે આંગણે સુખની પરંપરા આવીને ઊભી રહેશે !” સાધુસમુદાય આગળ પ્રયાણ કરે. વસમી વિદાયના ભાર સાથે જનસમુદાય શીખ લઈ પાછો ફરે. પણ
શ્લોકમાં ગુંજતી કલ્યાણભાવના કેવી રીતે ભુલાય? આવી હતી સહુકોઈને માટે કલ્યાણભાવના પૂ. આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજીની.
ગિરિરાજ શત્રુંજય પર, ૪૫૦ વર્ષે, મહાપ્રતિષ્ઠાને પ્રસંગ આવ્યો. આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોએ પૂ. આચાર્યશ્રીને પ્રતિષ્ઠા કરાવવા શત્રુંજય પધારવા વિનંતિ કરી. આચાર્યશ્રીએ તરત જ સંમતિ આપી–તબિયત કે કંઈક કથળેલી હતી. નશ્વર દેહની નબળાઈ અને તીર્થસેવાની ઊંડી ભાવના વચ્ચે મનમાં દ્રઢ ચાલ્યું. આખરે તીર્થસેવાની ભાવના વિજયી બની. આચાર્યશ્રીએ સંકલ્પબળના આધારે પાલીતાણ તરફ પ્રયાણ કર્યું, વિહાર આરંભ્યો.
ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોણ જાણી શકે ? ધંધુકા પાસે તગડી મુકામે આચાર્યશ્રીની એકાએક તબિયત બગડી, દેહવિલય થયો. ભારતભરના જૈન સંઘમાં શોકની ઘેરી લાગણી પ્રસરી ગઈ. તેઓશ્રીને અગ્નિસંસ્કાર તેઓની જન્મભૂમિ બેટાદમાં થયો. આખાયે નગરની જનતાએ જાણે કે કઈ પ્રિયજન ગુમાવ્યા હોય તેમ સહજભાવથી શોકની ઘેરી લાગણી પ્રદર્શિત કરી. નાદુરસ્ત શરીરમાં રહેલા ભાવનાશીલ આત્માએ તીર્થ પ્રતિષ્ઠાની ઉદાત્ત ભાવનામાં રમણ કરતાં નશ્વર દેહ છેડ. કેવી ઉદાત્ત ભાવના ! કેવી ઉચ્ચ ગતિ! શું આ શેક-પ્રસંગને નજરે જોનાર એને કદી ભૂલી શકે? પૂ. નન્દનસૂરીશ્વરજીએ મરીને અમર બનવાને મંત્ર આપ્યો.
“અખંડ એ જ્યોત બુઝાણી” રચયિતા–શ્રી રસિક દેસાઈ, બોટાદ,
(રાગ—અમારી યાદ ને આવે) બુઝાયે દીપ શાસનને, જગતની જીત બુઝાણી; તૂટયે જ્યાં તાર આયુષને, અખંડ એ જત બુઝાણી. ....
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org