SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧૪], આ વિનંદનસૂરિ-સ્મારક શિષ્ય વચ્ચે મીઠે સંબંધ ! ઘડીભર વેદકાળના આશ્રમમાં ગુરુની નિશ્રામાં ભણતા શિષ્યાનું સ્મરણ થઈ આવે. આવી હતી આચાર્ય દેવ નન્દનસૂરીશ્વરજીની અધ્યાપનની ધગશ. પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર દિવસે હતા. ગણધરવાદને દિવસ આવ્યું. પાંજરાપિળના ઉપાશ્રયે બરાબર બપોરના ત્રણ વાગે આચાર્ય મહારાજ પાટ પર બિરાજ્યા. આખી સભા જૈન અને જૈનેતર શ્રોતાગણથી ચિકાર હતી. ગણધરવાદ એટલે ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ આદિ અગીઆર વિદ્વાન વિપ્ર વરચે જીવનના ઊંડા દર્શનને સંવાદ, પ્રવચન શરૂ થયું. ગુરુ મહારાજે વિશ્વભરનાં દર્શન અને દાર્શનિકના આધારે જીવ, કર્મ, પુષ્ય, પાપ, ઈહલોક, પરલોક વગેરેની અને જીવનનાં ગૂઢ તની વિશદતાથી સ્પષ્ટતા કરી. શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયો. અનેકનાં હૃદયમાં રહેલી શંકાઓનું નિવારણુ થયું. શ્રોતાઓ કહેવા લાગ્યા, “ગણધરવાદના પ્રવચનમાં આચાર્ય મહારાજે કેવી મજાની જ્ઞાનની રસલહાણ પીરસી ! શું તલસ્પર્શી જ્ઞાન ! કેવી વાપટુતા ! એક વાર ગુરુમુખે ગણધરવાદનું શ્રવણ કર્યું હોય તે એને કદી ન ભૂલી શકે. ખરેખર, પૂજ્ય નન્દનસૂરીધરજીની તત્વના ગૂઢ વિષયને અન્ય શાસ્ત્રો અને દર્શનના આધારે સમજાવવાની શક્તિ કદી મનમાંથી ભૂંસાશે નહીં. (૫) પાંજરાપોળના ઉપાશ્રયમાં જૈનાચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીનું ચાતુર્માસ હતું. તેઓશ્રી જૈન આલમમાં “શાસનસમ્રાટ” તરીકે ઓળખાતા. તેમને અવાજ એટલે સિંહની ગર્જના. વાકયના આરે આવેલા એટલે તબિયત નાદુરસ્ત રહેતી. બે શિખ્ય બે પડખે અનન્ય ભાવથી ખડેપગે રહેતા. શિખ્યો ન જુએ તરસ કે ન જુએ ભૂખ, ન જુએ ઊંઘ કે ન જુએ આરામ. જીવનનું એક જ જાણે કે ધ્યેય : ગુરુમહારાજની સેવાશુશ્રષા. આ બે શિખ્યામાં એક પૂ. ઉદયસૂરીશ્વરજી અને બીજા પૂ. નન્દનસૂરીશ્વરજી. ગુરુના મુખેથી નન્દન” શબ્દ ઉરચારાય કે તરત જ શિષ્યના મુખેથી “જી, સાહેબ” જવાબ હોય જ. કેવી અનન્ય સેવા ! ગુરુની વિનયપૂર્વક સેવા કરવી એ જ જાણે કે તેમનું જીવન ધ્યેય હોય! આવા વિનયગુણસંપન્ન પૂ. નન્દનસૂરીશ્વરજીને કેમ ભુલાય? (૬) પાંજરાપોળના ઉપાશ્રયે ગુરુમહાજનું ચાતુર્માસ હતું. ચાતુર્માસ પૂર્ણ થયે માગશર મહિનામાં ગુરુએ વિહાર આરંભે. શુભ ચોઘડિયે વહેલી સવારના પ્રયાણ. અનેક શિષ્ય વિહારમાં સાથે. રસ્તાને છેડે એક શાળાના પ્રાંગણમાં ગુરુમહારાજે સહુ કોઈને મંગળિક સંભળાવ્યું. મંગળિકને લેક પણ કેટલે કલ્યાણકારી ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy