SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩] પ્રશસ્તિ : લેખે તથા કાર્યો આવી મોક્ષાલક્ષી અમેઘ સમાધિ પ્રાપ્ત થવી અતિ વિરલ છે. कुल पवित्र जननी कृतार्था, वसुन्धरा पुण्यवती च येन । अपारसंसारसमुद्रमध्ये, लीन' परे ब्रह्मणि यस्यचेतः ॥ એમના આત્માને વિનમ્ર વંદન. વાત્સલ્ય-સરિતા વહાવી ગયા” રચયિત્રી–ભચારિત્રશિ.” (રાગ–તસે જ્યોત જગાતે ચલો) શાસન દપ બુઝાઈ ગયે, સૂરિજી સ્વર્ગે સિધાવી ગયા; સૌને નેધારા મૂકી ગયા, વાત્સલ્ય-સરિતા વહાવી ગયા. ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એમાં, જન્મ ભૂમિ છે બોટાદની; શાસનસમ્રાટના ઉપદેશે, લગની લગાડી સંયમની; નત્તમ મટીને નંદનસૂરિજી બન્યા. વાત્સલ્ય. ૧ આત્મકલ્યાણના પથે જેણે, જીવનનૈયા ઝુકાવી ગુરુઆજ્ઞામાં રહીને નિશદિન, નિસ્પૃહ સેવા બજાવી નંદનસૂરિજી નામ સાર્થક કર્યા. વાત્સલ્ય. ૨ ડેમ-કદંબનો ઉદ્ધાર કરી, સ્થભંનપુરને ગજાવ્યું; તપાગચ્છીય શ્રમણ સંઘમાં, પ્રમુખપદ શોભાવ્યું; વીરનાં પચીશે વર્ષ ઊજવ્યાં. વાત્સલ્ય. ૩ તિષ શાસ્ત્રના અપૂર્વ જ્ઞાતા, શિલ્પ શાસ્ત્રમાં પણ વિખ્યાતા ,* અજબ ગજબની વિદ્વત્તા ધરતાં, ભારતભરમાં પંકાતા; ધર્મને ધ્વજ ફરકાવી ગયા. વાત્સલ્ય. ૪ સિદ્ધક્ષેત્રની વાટે જાતાં, તગડી ગામે મુકામ કર્યો, માગશર વદી ચૌદશના દિવસે, આતમ લીને દેહ તરે; સૌ સંઘનાં હૈયાં કંપાવી ગયા. વાત્સલ્ય ૫ સુણતાં અમ દિલડાં દુભાય, ઝરે આંસુડાંની ધારા; અમ જીવનના તિધર સૂરિજી, દરિશન દ્યો એકવાર ચારિત્રશિશુ” ગુણ ગાઈ રહ્યાં. વાત્સલ્ય. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy