________________
૩૦૪]
આ વિનિન્દનસૂરિ-સ્મારકગ્રંથ ગુરુદેવનું ગીત રચયિતા-શ્રી આદિનાથ જૈન મહિલા-મંડળ, બેંગલોર
(રાગઅ રૂડે રે મજાને અવસર) શાસન સ્તંભ ગુરુજી, સ્વર્ગે સિધાવી ગયા; છેડી સર્વ સમુદાય, મૂક્યા શિષ્ય પરિવાર,
આ હા હા, એ હે હે, સ્વર્ગે સિધાવી ગયા ! શાસનસમ્રાટની પાટ દીપાવી, “નેમિના” “નંદને કીર્તિ બઢાવી,
ઉદયના હતા ભાણ, મીઠી મધુરી જેની વાણ, આ હા હા, એ હે હે. સ્વ૦ તિષવિશારદ ક્રિયાકાંડના ધારક, શાસનસિતારા સર્વના ઉદ્ધારક;
લીધી વસમી વિદાય, કેમ કરીને ભુલાય. આ હા હા, એ હે હે. સ્વસારાયે સંઘના પૂરા હિતચિંતક, શિષ્યરત્નના ખરા ઉપકારક - ધીર વીર ગંભીર, સમભાવના નીર. આ હા હા, એ હે હો. સ્વઘેરાં દરદોએ ઘેરી લીધા'તા, આતમચિંતનથી જરા ન હઠતા;
જેનાં મુખડાં હસતાં, સર્વની વાત સુણતા. આ હા હા, એ હે હો. સ્વય ઘોર ઘટામાં ચમક્તો ચાંદલીયે, સંખ્યાતા તારામાં એક ઝગમગીયે;
ઘાટ ઘનમાં છુપાયે, આતમ ઉજવળ બનાયે. આ હા હા, એ હે હે. સ્વસૂર્યોદયસૂરિજીએ ખૂબ સંભાળ રાખી, ક્ષણે ક્ષણે શીલચંદ્રને બોલાવી
લીધા શરણ સ્વીકારી, અરિહંત ધુન લગાવી. આ હા હા, એ હે હે. સ્વ. બાળ શિશુઓએ સેવા બજાવી, હિતશિક્ષા આપી આશીર્વાદ વરસાવી;
જેનાં મૂલ્ય નવી અંકાય, બન્યા અમરતામાં મહાત્, આ હા હા, ઓ હો હો. સ્વ શાસનનાયકની જોડી ન મળશે, સંઘને શીળી છાયા ન મળશે;
તગડી ગામમાં પ્રયાણ, નહિ મળે આપની વાણ. આ હા હા, એ હો હો. બે હજાર ને બત્રીશ સાલે, માગશર વદી ચૌદશ બુધવારે
બેટાદના કેહીનૂર, હીરલા ઝગમગે શૂર. આ હા હા, એ હે હો. સ્વ. શ્રી આદિનાથ મંડળની બાળા, ગુરુવર કેરી અનુમોદના કરતા;
કરે કેટીશઃ વંદન, આપશે સ્વર્ગથી સહાય. આ હા હા; એ હે હે. સ્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org